Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોના સંક્રમિતોનો આંક પહોંચ્યો ૭૦ લાખને પાર… છેલ્લા ૨૪ કલાકમાં ૭૪૩૮૩ કેસ નોંધાયા…

છેલ્લા ૨૪ કલાકમાં ૭૪૩૮૩ કેસ નોંધાયા, ૯૧૭ના મોત…

દેશમાં ફક્ત ૧૩ દિવસમાં કોરોનાના કેસો ૬૦થી ૭૦ લાખ પર પહોંચ્યા, સળંગ ત્રીજા દિવસે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૯ લાખથી ઓછી રહી…

ન્યુ દિલ્હી : અમેરિકા પછી ભારત કોરોના વાયરસના ૭ લાખ કેસ પાર કરનારો બીજો દેશ બની ગયો છે. આ સાથે ભારતમાં ૬૦ લાખ કોરોનાના દર્દીઓ સાજા પણ થઈ ગયા છે, આ સાથે એક દિવસમાં સતત કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. ભારતમાં પાછલા ૧૩ દિવસમાં ૧૦ લાખ કેસ નોંધાયા છે. ભારતમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં લોકો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવે તે અંગેની જાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે.
રોજ નોંધાતા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૮૦,૦૦૦ કરતા ઓછી નોંધાઈ રહી છે. શનિવારે ૭૪,૨૦૫ કેસ નોંધાયા હતા. જ્યારે દેશમાં કુલ એક્ટિવ કેસનો આંકડો ૯ લાખની નીચે પહોંચી ગયો છે. એક સમયે એક્ટિવ કેસનો આંકડો ૧૦ લાખને પાર થઈ ગયો હતો જે બાદ તેમાં ફરી ઘટડો થવાનું શરુ થઈ ગયું છે.
શનિવારે સતત ૮મા દિવસે કોરોનાથી થનારા મૃત્યુઆંક ૧૦૦૦ કરતા નીચે આવ્યા છે. શનિવારે વધુ ૯૧૭ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે- આ પાંચ દિવસનો સૌથી નીચેનો આંકડો છે. ભારતમાં કોરોનાથી થયેલા મોતનો કુલ આંકડો ૧,૦૮,૩૦૫ થઈ ગયો છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે અમેરિકામાં ૨,૧૪,૩૬૬ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે, જે પછી બ્રાઝીલ ૧,૪૯,૬૩૯ દર્દીઓના મૃત્યુ સાથે ભારત બીજા નંબર છે અને ભારત ત્રીજા નંબર આવે છે.
કોરોનાના એક દિવસમાં નોંધાતા કેસની વાત કરીએ તો સૌથી વધારે કેરળમાં ૧૧,૭૫૫ કેસ નોંધાયા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં ૧૧,૪૧૬ નવા કેસ નોંધાયા છે, આ સાથે કર્ણાટકામાં ૧૦,૫૧૩ કેસ નોંધાયા છે. આ ત્રણ રાજ્યો છે જ્યાં ૨૪ કલાકમાં ૧૦,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે.
ઓડિશામાં શનિવારે કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા ૧,૦૦૦ પર પહોંચી ગઈ છે, આ છઠ્ઠું રાજ્ય છે જ્યાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા ૧૦૦૦ને પાર થઈ ગઈ છે. કેરળમાં ૯૭૮ દર્દીઓના કોરોનાથી મોત થવાના કારણે આંકડો ૧૦૦૦ની નજીક પહોંચી ગયો છે. કેરળ સિવાય બિહાર, આસામ અને ઝારખંડ મોટા રાજ્યો છે જ્યાં ૧૦૦૦ કરતા ઓછા દર્દીઓના કોરોના વાયરસના કારણે મોત થયા છે.
આઈસીએમઆરના ડેટા મુજબ દેશમાં અત્યાર સુધીમાં સાડા આઠ કરોડથી વધુ કોરોના ટેસ્ટ હાથ ધરાયા છે. ૧૦ ઓક્ટોબરના રોજ દેશમાં ૧૦,૭૮,૫૪૪ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

Related posts

રાહુલ-પ્રિયંકાને પાયલટની મુલાકાતથી ઘરવાપસીની અટકળો થઇ તેજ…

Charotar Sandesh

વિક્રમનો સંપર્ક કરવા ઇસરોની વ્હારે આવ્યુ નાસા : મોકલ્યો ‘હેલ્લો’નો મેસેજ…

Charotar Sandesh

મહારાષ્ટ્ર સરકાર મુસ્લિમોને શિક્ષણમાં ૫% અનામત આપશે…

Charotar Sandesh