Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં લોકતંત્ર છે, પણ દરેક વ્યક્તિ વિરોધના નામે રસ્તા રોકવા લાગશે તો કેમ ચાલશે? : સુપ્રિમ

સુપ્રિમે શાહિનબાગ પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવાની જવાબદારી વકીલ સંજય હેગડેને સોંપી…

લોકોને પ્રદર્શન કરવાનો અધિકાર છે,પરંતુ રસ્તાઓ રોકવાનો હક્ક નથી, આગામી સુનાવણી ૨૪ ફેબ્રુઆરીએ…

ન્યુ દિલ્હી : દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં નાગરિક્તા સંશોધન કાયદાના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોને ખદેડવાની માંગ વાળી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સખ્ત ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું કે, વિરોધ પ્રદર્શનનું કારણે કેટલુંય વ્યાજબી કેમ ના હોય, તમે આવી રીતે કોઈ રસ્તો બ્લોક ના કરી શકો. કોર્ટે કહ્યું કે, અમે એવું નથી કહેતા કે, વિરોધ પ્રદર્શનનો અધિકાર નથી, પરંતુ સવાલ એ છે કે વિરોધ પ્રદર્શન ક્યાં કરવા જોઈએ. આજે અહીં પ્રદર્શન થઈ રહ્યું છે, કાલે બીજે ક્યાંય થશે. જો આવું જ રહેશે, તો શહેરના વિભિન્ન વિસ્તારો બ્લોક થઈ જશે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, લોકોને પ્રદર્શન કરવાનો અધિકાર છે, પરંતુ રસ્તાઓ રોકવાનો હક્ક નથી.
જસ્ટિસ એસ કે કૌલે જણાવ્યું કે, લોકતંત્ર વિચારોની અભિવ્યક્તિ પર કામ કરે છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ પણ હોય છે. સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપી છે. હવે તેના પર વધુ સુનાવણી ૨૪ ફેબ્રુઆરીએ થશે.
અગાઉની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ રોડ પર ચક્કાજામ કરીને લોકો માટે મુશ્કેલીના ઉભી કરી શકે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર, દિલ્હી સરકાર અને પોલીસને નોટિસ ફટકારી હતી.
જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની પીઠે જણાવ્યું હતું કે, એક કાયદો અને લોકોની તેના વિરૂદ્ધ ફરિયાદ છે. કેસ અદાલતમાં પેન્ડિંગ છે. આમ છતાં કેટલાક લોકો પ્રદર્શન કરી રહ્યાં છે. તેમને પ્રદર્શન કરવાનો અધિકાર છે.
પીઠનું કહેવું હતું કે, તમે રોડ બ્લોક ના કરી શકો. આવા વિસ્તારમાં અનિશ્ચિત સમય સુધી પ્રદર્શન ના થઈ શકે. જો તમે પ્રદર્શન કરવા માંગો છે, તો આ માટે કોઈ સ્થળ નક્કી કરીને ત્યાં કરવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, શાહીન બાગમાં લાંબા સમયથી પ્રદર્શન ચાલી રહ્યું છે, પરંતુ તે બીજા માટે અસુવિધા સર્જી ના શકે. આ સાથે જ કોર્ટે જણાવ્યું કે, તેઓ બીજા પક્ષને સાંભળ્યા વિના કોઈ આદેશ આપી ના શકે.
જણાવી દઈએ કે, સીએએના વિરોધમાં ૧૫ ડિસેમ્બરે જામિયા નગરમાં થયેલા હિંસક પ્રદર્શન બાદ દિલ્હી-નોઈડાને જોડનારા હાઈવે પર સ્થિત શાહીન બાગ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શનમાં અનેક મહિલાઓ પણ જોડાઈ રહી છે.

Related posts

જમ્મુ-કાશ્મીરમાં ૧પમી ઓગષ્ટની ઉજવણીની ભવ્ય તૈયારી : દરેક ગામોમાં તિરંગો ફરકાવવા આદેશ…

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૬૨૩૨ પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh

બીજા તબક્કામાં PM મોદી સહિત મુખ્યમંત્રીઓ કોરોના વેક્સિન લેશે…

Charotar Sandesh