Charotar Sandesh
સ્પોર્ટ્સ

ધોનીએ પૂણેના મજૂરો માટે ૧ લાખ રૃપિયા દાન કર્યા…

મુંબઇ : દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે ૨૩ હજાર કરતા વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ભારતમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા ૭૦૦ને પાર પહોંચી ગઈ છે. આ સંકટ સામે લડવામાં મદદ માટે દેશ-વિદેશના ઘણા સ્ટાર્સ સામે આવ્યા છે. જોકે, હજુ સુધી ભારતીય ટીમના કોઈપણ સ્ટારે કોઈ પણ મોટી જાહેરાત નથી કરી. પરંતુ પૂર્વ બેટ્‌સમેન સચિન તેંદુલકર અને દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ પીડિતોની મદદ માટે હાથ આગળ કર્યો છે. કોરોના વાયરસના કારણે ભારતમાં ૨૧ દિવસોના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, જે ૧૪ એપ્રિલ સુધી ચાલશે.

કોરોના વાયરસના કારણે બધુ જ ઠપ્પ થઈ ગયું છે, જેની સીધી અસર છૂટક મજૂરી કરતા મજૂરો અને તેમના પરિવારો પર પડી રહી છે. દેશમાં સૌથી વધુ ૧૨૦ મામલા મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ અને પુણેથી સામે આવ્યા છે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પુણેના છૂટક મજૂરી કરતા મજૂરો માટે ૧ લાખ રૂપિયાનું દાન કર્યું છે. ધોનીની આ આર્થિક મદદને લઈને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

Related posts

આઈપીએલ ૨૦૨૦માં સટ્ટેબાજી રોકવા બીસીસીઆઈએ સ્પોર્ટરડાર કંપની સાથે કર્યો કરાર

Charotar Sandesh

હું આ એવોર્ડ મેળવવા માટે યોગ્ય નથી…

Charotar Sandesh

અત્યારની પરિસ્થિતિને જોતા ભારતમાં હમણા કોઈ મેચ નહીં રમાયઃ ગાંગુલી

Charotar Sandesh