Charotar Sandesh
ગુજરાત

ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાતા પહેલા સ્કૂલોનુ અને શિક્ષકોનું રજિસ્ટ્રેશન ફરજીયાત…

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. જે મુજબ ચાલુ વર્ષે નવી શરૂ થયેલી અને જુની સ્કૂલોનું રજિસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે. બોર્ડ ૧૫મી બાદ પરીક્ષા ફોર્મ ભરાવવાનું શરૂ થનાર છે ત્યારે સ્કૂલોએ સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન કરવુ ફરજીયાત છે. આજે સ્કૂલોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયુ છે. જ્યારે ૧૧મીથી તમામ સ્કૂલોના શિક્ષકોનું રજિસ્ટ્રેશન શરૂ થશે.સ્કૂલો બોર્ડ પરીક્ષા બાદ ઉત્તરવહી મુલ્યાંકનમાં શિક્ષકોને મોકલતી ન હોઈ અને ઓછા અનુભવ વાળા શિક્ષકો મોકલતી હોવાથી બોર્ડ દ્વારા ઓનલાઈન ટીચર રજિસ્ટ્રેશન ફરજીયાત કરવામા આવ્યુ છે.
સ્કૂલ રજિસ્ટ્રેશનમાં આ વર્ષે શરૂ થયેલી નવી સ્કૂલે નવુ રજિસ્ટ્રેશન કરી તમામ વિગતો ભરવાની રહેશે અને જુની સ્કૂલે ગત વર્ષે કરેલા રજિસ્ટ્રેશનમાં ધો.૧૦-૧૨ના વર્ગો વધ્યા હોય કે ઘટયા હોય તેની વિગતો નોંધવાની અને માહિતી સુધારવાની રહેશે. ચાલુ વર્ષના તેમાં ધોરણના ચાલુ વર્ગોની માધ્યમવાર અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ અચુક ભરવાની રહેશે.
ટીચર રજિસ્ટ્રેશનમાં નવા નિમણૂંક થયેલા શિક્ષકો ઉમેરવાના રહેશે અને છુટા થયેલા કે નિવૃત થયેલ શિક્ષકોને ઈનએકટિવ કરવાના રહેશે. શિક્ષકોના હાલ ભણાવતા વિષયો તેમજ અનુભવની વિગતો અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના અનુભવની વિગત તથા કુલ અનુભવની વિગતો ખાસ ચોકસાઈપૂર્વક સુધારવાની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કરવામા આવ્યો છે.

Related posts

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ મા.તથા ઉ.મા. સ્કૂલોમાં રાખી શકાશે ૫૦ ટકા સ્ટાફ…

Charotar Sandesh

વિજય સુવાડા બાદ હવે આપ નેતા મહેશ સવાણીએ પણ મિડીયાને જાણો શું ચોંકાવનારું નિવેદન આપ્યું

Charotar Sandesh

એસ.ટી. બસ પુલ પરથી લટકતા મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા, ૭ ઘાયલ

Charotar Sandesh