Charotar Sandesh
ઈન્ડિયા

ધો.૧૨ બોર્ડ પરીક્ષાના મૂલ્યાંકન માપદંડની અરજી સુપ્રિમે બે સપ્તાહ માટે સ્થગિત કરી…

સુપ્રિમ કોર્ટે બે સપ્તાહમાં જવાબ આપવા આદેશ કર્યો…

ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટએ ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાને રદ કરવા અને મૂલ્યાંકન માપદંડની માંગવાળી અરજીની સુનાવણીને હવે બે સપ્તાહ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેન્ચે સીબીએસઇ અને સીઆઇએસસીઇને સ્ટુડન્ટ્‌સનું આકલન કરવા માટે વૈકલ્પિક મૂલ્યાંકન માપદંડની સાથે આવવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે. એટલે કે બે સપ્તાહ દરમિયાન સીબીએસઇ અને સીઆઇએસસીઇને વિકલ્પ તરીકે જણાવવો પડશે, જેના આધાર પર તેઓ સ્ટુડન્ટ્‌સનું પરિણામ તૈયાર કરવાના છે.
કેન્દ્ર સરકારે પહેલા જ સીબીએસઇ ધોરણ-૧૨ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લઈ લીધો છે, એવામાં સુપ્રીમ કોર્ટ એ જાણવા માંગે છે કે પરિણામ તૈયાર કરવા માટે મૂલ્યાંકન માપદંડ શું હશે.
આ દરમિયાન, અનુભા શ્રીવાસ્તવ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં ૨૬ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોને પોતપોતાના રાજ્ય બોર્ડોને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષા રદ કરવાના નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. દાખલ કરવામાં આવેલી અરજીનો ઉદ્દેશ્ય ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાના નિર્ણયની સાથે સમાનતા રાખવાની છે.
આજની સુનાવણીમાં એટોર્ની જનરલે જણાવ્યું કે, સીબીએસઇ ત્રણ સપ્તાહમાં મૂલ્યાંકન માપદંડ પર નિર્ણય લેશે. આઇસીએસઇના વકીલે એવું પણ સૂચિત કર્યું છે કે તેમની પાસે વિશેષજ્ઞોની એક સમિતિ છે, જે ટૂંક સમયમાં જ માપદંડ પર નિર્ણય લેશે. માપદંડની પસંદગી કરવા માટે બંને પક્ષોએ સુપ્રીમ કોર્ટ પાસેથી વધુ સમય ફાળવવાની માંગ કરી હતી. જોકે સીબીએસઇ અને સીઆઇસીઇએ જવાબ આપવા માટે ચાર સપ્તાહનો સમય માંગ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે સ્ટુડન્ટ્‌સ વિદેશ જઈને અભ્યાસ કરવા માંગે છે, તેમના માટે મોડું થઈ જશે. તેમણે કહ્યું કે બે સપ્તાહનો સમય પૂરતો છે.

Related posts

આઈટી વિભાગનો સપાટો : દિશમાન ગ્રુપનાં ૧૭૦૦ કરોડથી વધુનાં બેનામી વ્યવહારો મળ્યા…

Charotar Sandesh

ખેડૂતોને લાલ કિલ્લામાં કોણે ઘુસવા દીધા, ગૃહમંત્રીને પૂછો : રાહુલ ગાંધી

Charotar Sandesh

પાકિસ્તાનની નફ્ફટાઇ : પૂંછ સેક્ટરમાં ફાયરિંગ, ૧ જવાન શહિદ, ૨ ઘાયલ

Charotar Sandesh