Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

નડીઆદ : ૧૭.૬૬ લાખ ઉપરાંતની ૫૦૦ની બનાવટી નોટો સાથે 3 પકડાયા, પોલિસ તપાસ શરૂ…

કલર પ્રીન્ટર ઉપર ૫૦૦ના દરની છાપેલી ૩૫૩૩ બનાવટી નોટો મળી : રસોડાની નીચે છુપાવી રાખેલું કલર પ્રીન્ટર જપ્ત કરાયું…

નડિયાદ : ખેડા જીલ્લાના નડિયાદ શહેરમાં પવનચક્કી રોડ ઉપર આવેલા આશીર્વાદ રો હાઉસમાં કલર પ્રીન્ટર દ્વારા નકલી ભારતીય ચલણી નોટો છાપવામાં આવતી હોવાની બાતમીના આધારે નડિયાદની એલસીબી પોલીસે ગત રાત્રીના સુમારે છાપો મારી બે જુદા જુદા સ્થળેથી ૧૭,૬૬,૫૦૦ રુપિયાની ૫૦૦ ના દરની નકલી ૫૩૩ ચલણી નોટો કબ્જે કરી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બનાવ અંગે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે ખેડા એલસીબીના કનકસિંહને બાતમી મળી હતી કે, નડીઆદના પવનચક્કી રોડ ઉપર આવેલા આર્શીવાદ રોહાઉસના મકાન નંબર ૮માં રહેતા રાજુભાઈ શંકરભાઈ પરમારના મકાનમાં તેઓ પોતાના મિત્ર શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમાર (રે. શીવમ ફ્લેટ, ખોડીયાર ગરનાળા પાસે, નડીઆદ)ની મદદથી બનાવટી ચલણી નોટો છાપે છે અને આ નોટો નડીઆદ મેળામાં ફરતી કરવાના છે જેના આધારે એલસીબીના પીએસઆઈ એ. જે. અસારી, કનકસિંહ તથા સ્ટાફના જવાનો, એસઓજીના પીઆઈ એન. આર. વાઘેલા તથા તેમની ટીમ એફએસએલ અધિકારી સાથે રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે ત્રાટક્યા હતા.

પોલીસે મકાનમાંથી રાજુભાઈ શંકરભાઈ પરમાર અને શૈલેન્દ્રસિંહ જનકસિંહ પરમારને ઝડપી પાડીને મકાનની તલાશી લેતાં એક ખુણામાં મીણીયાની કોથળીમાં ૫૦૦ના દરના બંડલો મળી આવ્યા હતા. જેની ચકાસણી કરતાં તે બનાવટી હોવાનું ખુલવા પામ્યું હતુ. તમામ નોટો ગણી જોતાં કુલ ૧૯૪૦ નોટો ૯.૭૦ લાખની થવા પામી હતી. આ બનાવટી નોટો સંદર્ભે પ્રાથમિક પુછપરછ કરતાં તેઓએ કલર પ્રીન્ટરથી છાપેલાનું જણાવ્યું હતુ. પોલીસે રસોડાના નીચેના ભાગેથી કલર મશીન તેમજ નોટો છાપવામાં વપરાતા કટર, ફુટપટ્ટી, કલર વગેરે મળી આવ્યું હતુ. બન્નેની બીજી નોટો સંદર્ભે પુછપરછ કરતાં શૈલેન્દ્રસિંહે જણાવ્યું હતુ કે, મે તથા રાજુભાઈએ આ સિવાયની બીજી ૫૦૦ના દરની બનાવટી ચલણી નોટો છાપી હતી અને તે ગઈકાલે રાત્રીના બેથી સવા બેના ગાળામાં શૈલેન્દ્રસિંહ તથા રવિભાઈ રાજુભાઈ પરમારની સાથે એક પ્લાસ્ટીકની થેલીમાં ભરીને બાઈક પર જઈને વાસુદેવભાઈ ગોવિંદભાઈ ભીમાણી (રે. બાપાજીનગર, પવનચક્કી રોડ, નડીઆદ) નાઓએ પૈસાની લેવડ-દેવડ બાબતે નડીઆદ કોર્ટમાં કેસ કર્યો હોય તેમની સાથે થયેલા મનદુખને કારણે તેમને ફસાવવા માટે તેમના ઘરની પાછળના ભાગે વરંડાની દિવાલે અડીને લાકડાના ભંગારના ઓથે મુકી આવ્યા હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસની ટીમ શૈલેન્દ્રસિંહને લઈને વાસુદેવભાઈના ઘરે પહોંચી ગઈ હતી અને તપાસ કરતાં એક કોથળીમાંથી ૫૦૦ના દરની કુલ ૧૫૯૩ બનાવટી નોટો મળી આવી હતી. આમ કુલ ૧૭,૬૬,૫૦૦ની બનાવટી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. અને બન્ને વિરૂધ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી હતી.

Related posts

શ્વેત ક્રાતિના જનક વર્ગીસ કુરીયનના ૯૮મા જન્મદિન અમૂલ ખાતે નેશનલ મિલ્ક ડે ની ઉજવણી..

Charotar Sandesh

આખરે આણંદ શહેરમાં સિવિલ હોસ્પિટલ માટે નવી જગ્યા ફાળવાઈ : રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય, જુઓ

Charotar Sandesh

વડતાલધામમાં દોઢસો કરોડના ખર્ચે આકાર પામનાર ભવ્ય મ્યુઝિયમ- અક્ષરભુવનની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન

Charotar Sandesh