Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

નડીયાદમાં કેનેડાથી પિતાને મળવા આવેલ યુવક પર અજાણ્યા શખ્સોનો હુમલો…

  • કેનેડાથી આવેલા NRI યુવક સાથે સાસરિયાપક્ષના શખ્સોએ કર્યો હુમલો…
  • નડીઆદ પીપલગ ચોકડી પાસેની સમય એલીગન્સની ઘટના…

નડીયાદ : છેલ્લા કેટલાંક સમયથી સંબંધોને લાંછન લગાવતા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. સંબંધોમાં ભંગાણ કે સંબંધોમાં ખટાશથી લોકો એવા તે ત્રસ્ત થઇ જતા હોય છે કે શારીરિક હુમલા સુધી વાત પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે આણંદથી જ્યાં એક યુવક અને તેના પરિવાર પર કેટલાંક શખ્સોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો.
નડીયાદના પીપલગ ચોકડી પાસેના એલીગન્સમાં કેનેડાથી પિતાની ખબર જોવા આવેલા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. દિપક ત્રિવેદી અને તેજસ બારોટ નામના ઈસમો સહિત ૧૦થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, કેનેડાથી આવેલ યુવક હુમલાખોરોનો જમાઈ છે. દીકરીને ત્રાસ આપી છૂટાછેડા અંગેની રિષ રાખી જમાઈ પર સસરાએ હુમલો કર્યો હતો. ઘર અને કારમાં તોડફોડ પણ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

Related posts

વિશ્વપ્રખ્યાત અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર ૧૦ હજાર કરોડને પાર થયું : ગત વર્ષ કરતાં ૯ ટકાનો વધારો

Charotar Sandesh

ચેકપોસ્ટ ઉપર સામાન્ય નાગરિક બની ઓચિંતુ નિરીક્ષણ કરતા આણંદ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહીલ

Charotar Sandesh

આણંદમાં સાર્વત્રિક વરસાદ : બ્રેક બાદ ખેડૂતો સહિત નાગરિકોમાં પણ ખુશીનો માહોલ

Charotar Sandesh