Charotar Sandesh
વર્લ્ડ

‘નમસ્તે-2020’ : અમેરિકાના એટલાન્ટામાં ગોકુલધામ હવેલી ખાતે વાર્ષિક કલ્ચરલ પ્રોગ્રામ નમસ્તે-2020 ઉજવાયો…

કૃષ્ણલીલા, ક્લાસિકલ ડાન્સ, બોલીવુડ ડાન્સ, ઝુમ્બા, ગુજરાતી ફોક, પેટ્રોટિક ક્લાસિકલ અને એવરગ્રીન બોલીવુડ ફિનાલે સહિતના કાર્યક્રમોથી વૈષ્ણવો આનંદ વિભોર…

USA : અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે વાર્ષિક કલ્ચરલ પ્રોગ્રામ ‘નમસ્તે-2020’ આનંદઉલ્લાસ સાથે યોજાયો હતો. નમસ્તે-2020 માં ગોકુલધામ સાથે સંકળાયેલા નાના-મોટા 75 થી વધુ સ્વયંસેવકોએ કલાકાર બની ઉત્કૃષ્ઠ પરફોર્મ કરી દર્શકોની વાહવાહી મેળવી હતી. કલાકારોના પરર્ફોમન્સને નિહાળવા ગોકુલધામના જગદગુરુ હોલમાં 300 થી વધુ દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકામાં ભારતીય સમુદાય માટે એટલાન્ટાની ગોકુલધામ હવેલી આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર બની છે. આ ગોકુલધામ હવેલીમાં ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે સમયાંતરે ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક ગતિવિધિઓને ઉજાગર કરતા કાર્યક્રમો યોજાતા રહે છે.

જે અંતર્ગત વાર્ષિક કલ્ચરલ પ્રોગ્રામ ‘નમસ્તે-2020’ નું આયોજન થયું હતું. ગોકુલધામના જગદગુરુ હોલમાં આયોજિત ‘નમસ્તે-2020’ પ્રોગ્રામમાં ગોકુલધામ સાથે સંકળાયેલા 75 થી વધુ સ્વયંસેવકોએ એક મહિનાની અથાગ પ્રેકટિશ કરી એક નિપુણ કલાકાર તરીકે ભાગ લીધો હતો. ગોકુલધામના ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાએ સૌ કલાકારોની ધગશ અને મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગોકુલધામનો નમસ્તે પ્રોગ્રામ દર વર્ષે સફળ રહેવા ઉપરાંત લોકપ્રિય બની રહ્યો છે.

  • Yash Patel

Related posts

અમેરિકા : સ્મારકો,પ્રતિમાઓને નુકસાન કરનારાઓને જેલની સજા થશે…

Charotar Sandesh

કોરોનાના વધતા કેસો વચ્ચે અમેરિકામાં રસીના બૂસ્ટર ડોઝને મંજૂરી અપાઇ

Charotar Sandesh

અમેરિકામાં 13 હજારથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત…

Charotar Sandesh