Charotar Sandesh
ગુજરાત

નવરાત્રી-દશેરા, દુર્ગાપૂજા અને દિવાળીના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ : સરકારની ગાઇડલાઇન્સ…

નવરાત્રિના ગરબા- દશેરા – દિવાળી – બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમ ના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે….

આરતી પણ રેકોર્ડિંગમાં વગાડી કરવાની, કોઈ કલાકાર હાજર નહીં રહે…

રાજ્ય માં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારી ના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી ૧૬મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે. આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં  કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી.

નવરાત્રીને લઇ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે સરકારો મહત્વની જાહેરાત કરી છે. સરકારે નવરાત્રી સહિતના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. નવરાત્રીમાં માત્ર આરતી અને સ્થાપના થઇ શકશે. પરંતુ ગરબાનું આયોજન નહીં કરી શકાય. છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં ચર્ચાનો વિષય હતો કે રાજ્ય સરકાર નવરાત્રી યોજવા માટે મંજૂરી આપશે કે નહીં, જોકે આજે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

Related posts

ભરતસિંહ સોલંકીને અમદાવાદના સીમ્સ હોસ્પીટલમાં ખસેડાયા : તબિયત સુધારા પર હોવાનું જણાયું…

Charotar Sandesh

ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ નહિ ઘટે : નિતીન પટેલની સ્પષ્ટ વાત…

Charotar Sandesh

વડોદરા : કર્ફ્યૂમાં દરમ્યાન ગલ્લો ખૂલ્લો રાખનાર વેપારીને માર મારનાર બે પોલીસ જવાન સસ્પેન્ડ

Charotar Sandesh