Charotar Sandesh
ગુજરાત

નવરાત્રી મહોત્સવ : કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય…

નવરાત્રીનો મહોત્સવ નહીં યોજાય…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી   નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજવનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહિ ઉજવવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણની સ્થિતિ ફરીથી ગંભીર બની રહી હોવાથી પ્રજાના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીએ વિશાળ જનહિતમાં  આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તાજેતરમાં ગુજરાતમાં કોરોનાના કુલ કેસોનો આંકડો 1.30 લાખને પાર ગયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુ 3,396 થયા છે. રાજ્ય સરકારે નવરાત્રિના તેમના આયોજનને રદ કરવાનો નિર્ણય કરતા આ વર્ષે કોરોનાકાળમાં અન્ય ખાનગી આયોજનોને પણ આડકતરો ઈશારો કરી દીધો હોવાનું જણાય છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે  ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિ.

Related posts

૧લી સપ્ટેમ્બરથી ગુજરાતભરની તમામ સ્કૂલો ખુલશે : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

Charotar Sandesh

સફાઇકર્મીના મોત મામલે પરિવારજનોનો હોબાળો, તપાસની ખાતરી મળતા મૃતદેહનો સ્વીકાર

Charotar Sandesh

નરોડામાં કોમર્શિયલ બિલ્ડિંગ ધરાશાયી થતાં ૧નું મોત, ૨ દટાયા…

Charotar Sandesh