૪ જાન્યુઆરીથી વેક્સિન આપવાની કામગીરી શરુ કરાશેઃ બ્રિટન સ્વાસ્થ્ય મંત્રી
આગામી સપ્તાહથી આ વેક્સિન પણ સરકારના વેક્સિનેશન પ્રોગ્રામમાં સામેલ થઈ જશે,નવા વર્ષના પ્રારંભથી આ વેક્સિનનો ડોઝ નાગરિકોને આપવાનું શરૂ કરાશે…
લંડન : બ્રિટને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા તરફથી ડેવલપ કરવામાં આવેલી કોરોના વેક્સિન-કોવિશીલ્ડને ઈમર્જન્સી અપ્રૂવલ આપી દીધી છે. આગામી સપ્તાહથી આ વેક્સિન પણ સરકારના વેક્સિનેશન પ્રોગ્રામમાં સામેલ થઈ જશે. આ ભારત માટે સારા સમાચાર છે, કારણ કે આમા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઝડપથી કોવિશીલ્ડ માટે ઈમર્જન્સી અપ્રૂવલ મળવાનો રસ્તો ખૂલી ગયો છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈંકોકે કહ્યું હતું કે, ૪ જાન્યુઆરીથી ઓક્સફર્ડની કોરોના વેક્સીન આપવાની કામગીરી તુરંત શરૂ કરી દેવામાં આવશે.
બ્રિટનમાં આ વખતે માત્ર ફાઇઝર-બાયોએનટેકની વેક્સિનને ઇમર્જન્સી મંજૂરી મળી હતી. સરકારી ડેટાના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં લગભગ છ લાખ લોકોને વેક્સિનેટ કરાઈ ચૂક્યા છે. વેક્સિનેશન નવા વર્ષની શરૂઆતથી શરૂ કરાશે, જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપનીની બ્રિટન સરકાર સાથે ૧૦ કરોડ ડોઝ સપ્લાઇ કરવાની ડીલ થઈ છે.
યુકેમાં અત્યાર સુધીમાં ૬ લાખ લોકોને ફાઇઝરની કોરોના રસી અપાઈ છે. જણાવી દઈએ કે, બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના આગમન પછી ચેપની સંખ્યામાં અચાનક વધારાથી દેશ આશ્ચર્યચકિત છે. હવે આ સ્ટ્રેન ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં પહોંચી ગયો છે.
એસ્ટ્રાઝેનેકાના સીઈઓએ ખાતરી આપી હતી કે તેમની રસી કોરોના સામે ૧૦૦ ટકા સુરક્ષા પૂરી પાડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ટ્રાયલના પરિણામોમાં તેમની રસીમાં ફાઈઝર-બાયોએન્ટેકની ૯૫% અને મોડર્નાની ૯૪.૫% અસરકારકતા મળી છે. તેમણે કહ્યું કે, અમને લાગે છે કે બે ડોઝ પછી આપણને અસરકારકતા કેવી રીતે મળી શકે તે તેનો ફોર્મ્યુલા પણ મળી ગયો છે.
SIIએ ડ્રગ રેગ્યુલેટર પાસે કોવિશીલ્ડ માટે જ ઈમર્જન્સી અપ્રૂવલ માગી છે. ગત સપ્તાહે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ કહ્યું હતું કે બ્રિટનમાં આ વેક્સિનને અપ્રૂવલ મળ્યા પછી જ આ અંગે વિચારણા કરાશે. આ સંબંધમાં કમિટીએ જીૈૈંં પાસે અમુક ડેટા માગ્યો હતો, જે ગત સપ્તાહે જમા કરાવી દેવાયો છે. અદાર પૂનાવાલાએ બે દિવસ પહેલાં જ કહ્યું હતું કે વેક્સિનને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં અપ્રૂવલ મળવાની આશા છે.
પૂનાવાલાએ એવું પણ કહ્યું હતું કે કંપનીએ પોતાના જોખમે ૫૦થી ૬૦ લાખ ડોઝ તૈયાર કરી લીધા છે. ફેબ્રુઆરી સુધી ૧૦ કરોડ વેક્સિન ડોઝ તૈયાર કરી લેવાશે. જેવી જ ઈમર્જન્સી અપ્રૂવલ મળી જશે, વેક્સિનની ડિલિવરી શરૂ થઈ જશે. સરકારને ૨૫૦ રૂપિયા અને સામાન્ય ભારતીયોને ૫૦૦ રૂપિયામાં વેક્સિનનો ડોઝ મળશે.