Charotar Sandesh
બોલિવૂડ

નિક્કી તંબોલીએ રાહુલ વૈદ્ય સાથે કરી માસ્કને લઇ વાહિયાત હરકત કરતા થઇ થૂ-થૂ…

મુંબઈ : બિગ બોસ ૧૪ના ઘરે નોમિનેશનની પ્રક્રિયા ચાલી રહી હતી. આ પ્રક્રિયામાં રાહુલ વૈદ્ય અને નિક્કી તંબોલી સામ-સામે હતા. બિગ બોસે તેમની વચ્ચે એક માસ્ક મૂક્યું અને કહ્યું કે જેના હાથમાં માસ્ક રહેશે તે બચી જશે અને બીજો ઓટોમેટિક નોમિનેટ થઈ જશે. તેના નામની જાહેરાત થતાં જ નિક્કીએ માસ્ક કબજે કરી લીધું.
આ અંગે રાહુલે વાંધો ઉઠાવ્યો હતો. નિક્કીએ આ અંગે કહ્યું કે આને સુજબુઝ કહેવાય. ત્યાં સુધી તો બધું બરાબર હતું પણ રાહુલે કહ્યું કે તે જબરદસ્તી નિક્કી પાસેથી માસ્ક છીનવી લેશે. નિક્કીએ કહ્યું કે જો તું છીનવી શકે તો છીવની લે. રાહુલે નિક્કી પાસેથી માસ્ક છીનવાનો પ્રયત્ન કર્યો. જ્યારે નિક્કીને લાગ્યું કે તે રાહુલ સાથે સ્પર્ધા કરી શકે એમ છે નહીં. એટલે તેણે માસ્ક તેના પેન્ટ અંદર છુપાવી દીધું. નિક્કીની આ હરકતથી રાહુલ સ્તબ્ધ થઈ ગયો. તેમણે કહ્યું કે આ ખોટું છે. હવે તે માસ્ક કેવી રીતે બહાર કાઢશે?
રાહુલ નિક્કીને સમજાવતો રહ્યો પણ નિક્કીએ તેની નિર્લજ્જ પ્રક્રિયા ચાલુ રાખી. અંતે બઝર વાગી ગયો અને નિક્કી આ ટાસ્કમાં વિજેતા બની ગઈ અને રાહુલને નોમિનેટ કરવામાં આવ્યો. બાદમાં રાહુલે રડવાનું શરૂ કર્યું. ઘરના બાકીના સ્પર્ધકો પણ નિક્કીની આ કાર્યવાહીથી નારાજ હતા, પણ નિક્કીને આ બધાથી કોઈ જ ફરક પડતો નહોતો.

Related posts

ખેડૂત આંદોલનને લઈને હવે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મૌન તોડ્યું…

Charotar Sandesh

કોરોનાના વધતા કેસને કારણે ફિલ્મ ’થલાઈવી’ની રિલીઝ ડેટ મોકૂફ…

Charotar Sandesh

સની લિયોની અને નવાજુદ્દીન સિદ્દીકીનો ‘બત્તિયાં બુઝા દો’ સોન્ગ રિલિઝ…

Charotar Sandesh