Charotar Sandesh
ઈન્ડિયા

નિઝામુદ્દીન મામલો : મરકઝમાં સામેલ થયેલા ૨૭૫ વિદેશીઓની ઓળખ થઈ, ક્વૉરન્ટાઇન કરાયા…

ન્યુ દિલ્હી : નિઝામુદ્દીન વિસ્તારમાં ધાર્મિક આયોજન મરકઝમાં સામેલ થયેલા ૨૭૫ તબલીગી જમાતના લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. આ તમામ લોકો વિદેશી છે અને હવે તેમને ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસથી મળતી જાણકારી મુજબ, ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સરકારે એક જોઇન્ટ ઓપરેશન ચલાવ્યા બાદ ૧૭૨ ઈન્ડોનેશિયન, ૩૬ કિર્ગિસ્તાન અને ૨૧ બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરી તેમને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ તમામ લોકો કોરોના વાયરસ સંક્રમણના સંદિગ્ધ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા બુધવારે સ્પેશલ સેલે ૨૦૦ વિદેશીઓના સંબંધમાં દિલ્હી સરકારને રિપોર્ટ પણ આપ્યો હતો જેઓ મરકઝમાં સામેલ થયા હતા. હવે ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતાં ૨૭૫ લોકોની ઓળખ કરી તેમને આઇસોલેટ કર્યા છે.

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બુધવારે નિઝામુદ્દીન મામલામાં જણાવ્યું હતું કે પોલીસે એક અભિયાન હાથ ધરીને મરકજમાં સામેલ થયેલા ૨૩૬૧ લોકોને બહાર કાઢ્યા છે. સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે આ દરમિયાન ૬૧૭ લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા જેમને હૉસ્પિટલ મોકલવામાં આવ્યા છે. બીજી તરફ, અન્ય લોકોને પણ ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન સિસોદિયાએ તે તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો જે ઓપરેશનનો હિસ્સો બન્યા. તેઓએ કહ્યું કે ૩૬ કલાક ચાલેલા આ ઓપરેશનમાં જેઓએ પણ સહયોગ આપ્યો અને પોતાનો જીવ જોખમમાં નાખ્યો તેમના આભારી છીએ.

આઈસોલેશન સેન્ટરમાં તબલીગી જમાતની આડોડાઈ, મેડિકલ સ્ટાફ પર થૂંક્યા…

મળતી માહિતી પ્રમાણે આ લોકો ત્યાં બિલકુલ પણ સહયોગ કરી રહ્યા નથી. સેન્ટરમાં આમ-તેમ ફરવાની સાથો સાથ બિન જરૂરી માંગણીઓ પણ ચાલુ છે. તેની સાથો સાથ તેઓ આમ-તેમ થૂંકવાની સાથો સાથ સ્ટાફ પર પણ થૂંકયા છે. કોરોના વાયરસને ફેલાવામાં થૂક મોટી ભૂમિકા નિભાવે છે.

Related posts

રાજ્યસભાનું ચોમાસું સત્ર અનિશ્ચિતકાળ માટે સ્થગિત…

Charotar Sandesh

ભારતનો વિકાસ દર 2019-20ના નાણાકીય ક્ષેત્ર માટે 5% જ રહેશે : વિશ્વ બેંક

Charotar Sandesh

કોંગ્રેસ હવે પહેલા જેવી પાર્ટી નથી, રાજનીતિ ફક્ત દેશ સેવા માટે હોય છે : સિંધિયા

Charotar Sandesh