Charotar Sandesh
ગુજરાત

નીતિન પટેલ પર જૂતુ ફેંકનારો ભાજપનો જ પૂર્વ નેતા હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ…

ગાંધીનગર : હાલ ચાલી રહેલી પેટાચૂંટણીની સંદર્ભે કરજણ બેઠક પર ચૂંટણી પ્રચાર કરવા ગયેલા નાયબ મુખ્યમંત્રી પર તાજેતરમાં જૂતુ ફેંકાયું હતું. ત્યારે આખરે આ શખ્સ પકડાયો છે. શિનોરના રહેવાસી રશ્મિન પટેલ દ્વારા નીતિન પટેલ પર જૂતુ ફેંકાયું છે. ત્યારે પોલીસે રશ્મિન પટેલની ધરપકડ કરી છે. પરંતુ ચોંકાવનારી માહિતી એ સામે આવી કે, રશ્મિન પટેલ પૂર્વ ભાજપી કાર્યકર છે અને હાલ કોંગ્રેસ સાથે જોડાયેલો છે. રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતનો પૂર્વ કારોબારી અધ્યક્ષ છે. ભાજપે જ તેને ૨૦૧૦ થી ૨૦૧૩ દરમિયાન કારોબારી અધ્યક્ષ બનાવ્યો હતો. તેમજ રશ્મિન પટેલના પત્ની રશ્મિ પટેલ શિનોર ગ્રામ પંચાયતમા સરપંચ પણ રહી ચૂક્યા છે. ભાજપના જુથવાદના કારણે રશ્મનિ પટેલે જૂતુ ફેકાયુ હોવાની ચર્ચા ચાલી રહી છે. નીતિન પટેલ પર ફેંકાયેલા જૂતા પર હવે રાજકીય રંગ જોવા મળી રહ્યો છે.
પોલીસ તેને કોંગ્રેસનો કાર્યકર ગણાવી રહી છે, પણ રશ્મિન પટેલનો ભૂતકાળ ભાજપ સાથે જોડાયેલો છે. સવાલ છે કે રશ્મિન પટેલ કોણ છે. આ ઘટના પાછળ કોણ માસ્ટરમાઈન્ડ છે. નીતિન પટેલ પર જૂતુ ફેંકનાર વ્યક્તિ રશ્મિન પટેલની પોલીસે ધરપકડ કરી છે. આ વિશે માહિતી આપતા પોલીસ વિભાગે જણાવ્યું કે, પોલીસને બાતમી મળી હતી કે, શિનોરના વ્યક્તિ દ્વારા કહેવાઈ રહ્યું છે આજનો જૂતાનો પ્લાન સફળ થયો છે અને હવે સેલિબ્રેશન કરવાનું છે. પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન રશ્મિન પટેલને પકડી લેવાયો છે. તેની પૂછપરછ કરાઈ હતી અને તેના મોબાઈલ ડેટા મેળવવામાં આવ્યા હતા. જેમા અમિત પંડ્યા નામના એક શખ્સ સાથે તેની ઓડિયો ક્લિપ મળી આવી છે. આ ઓડિયોમાં રશ્મિન કહી રહ્યો છે કે, જૂતુ ફેંકવાનો પ્લાન સફળ રહ્યો છે. મારા માણસો દ્વારા કામ કરાયું છે.
તમારી એમની સાથે મીટિંગ કરાવી દઈશ. ફેસબુક અને અન્ય જગ્યાએ પણ કામ શરૂ કરી દીધું છે. તમે પણ હવે આગળ કામ વધારો. કરજણના કુરાલી ગામાં ચપ્પલ ફેંકાયું હતું. જેમાં પોલીસ રશ્મિન પટેલ કોંગ્રેસની કાર્યકર્તા હોવાનું કહી રહી છે. પરંતુ બીજી તરફ, સમગ્ર ઘટનામાં મોટો વળાંક સામે આવ્યો છે. રેકોર્ડ મુજબ, રશ્મિન પટેલ ભાજપના જ નેતા હતા. ભાજપે જ તેને કારોબારી અધ્યક્ષ બનાવ્યો હતો. હવે આ ખુલાસો થયો છે ત્યારે ભાજપ કોંગ્રેસ ફરીથી સામસામે આવશે. પોલીસ દ્વારા રશ્મિન પટેલના કોંગ્રેસી કાર્યકર્તા હોવાના કોઈ પુરાવા આપ્યા નથી. પોલીસ દ્વારા જે ઓડિયો ક્લિપની વાત થઈ છે, તે ઓડિયો ક્લિપથી પુરવાર નથી થતુ કે તે કયા પક્ષનો કાર્યકર્તા છે.

Related posts

ગુજરાતમાં ચીકન લેવા બાબતે થયેલી માથાકૂટમાં દુકાનદારે ગ્રાહકની હત્યા કરી નાંખી

Charotar Sandesh

ગુજરાત સરકાર વર્ગ ૪નાં કર્મચારીઓને બોનસ આપશે

Charotar Sandesh

૭ વર્ષિય હર્ષિએ ફક્ત ૩૦ સેકેન્ડમાં ૮૨ દેશના નકશાને ઓળખી અનોખી સિદ્ધિ હાંસલ કરી, જુઓ વિગત

Charotar Sandesh