Charotar Sandesh
બોલિવૂડ

નેહા કક્કડના લગ્નની વાત મુદ્દે પૂર્વ બૉયફ્રેન્ડે મૌન તોડ્યું…

મુંબઇ : બૉલિવુડ સિંગર નેહા કક્કડ અને પંજાબી સિંગર રોહનપ્રીત સિંહના લગ્નની અફવાઓ પર તેના એક્સ બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. હિમાંશ કોહલીએ જણાવ્યુ કે જો નેહા કક્કડ લગ્ન કરી રહી હોય તો તે તેના માટે ખુશીની વાત છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ઈન્ડિયન આઈડલની જજ અને બૉલિવુડ સિંગર નેહા તેમજ તેના ફ્રેન્ડ પંજાબી સિંગર રોહનપ્રીત સિંહના લગ્નની અફવાઓ ઉડી રહી છે. જો કે નેહાની દોસ્ત અને રોહનપ્રીતની મેનેજરે આ અફવાઓને નકારી દીધી છે.
નેહાના એક્સ બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીએ કહ્યુ કે, ’જો નેહા ખરેખર લગ્ન કરી રહી હોય તો હું તેના માટે ખુશ છુ. તે પોતાના જીવનમાં આગળ વધી રહી છે, તેની પાસે કોઈ છે અને એ જોવુ મને ઘણુ સારુ લાગી રહ્યુ છે.’ શું તેઓ રોહનપ્રીતને જાણે છે તેના જવાબમાં હિમાંશે કહ્યુ કે, ’ના વાસ્તવમાં નહિ.’ હિમાંશ અને નેહા કક્કડ ૨૦૧૪થી ૨૦૧૮ સુધી ૪ વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. એક મ્યુઝિક વીડિયોમાં પણ એક્ટિંગ કરી છે. નેહાએ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો હતો.

Related posts

અભિનેતા શાહરૂખ ખાને પુત્રના જામીન બાદ પઠાણનું શૂટિંગ શરૂ કર્યું

Charotar Sandesh

હવે કંગનાએ બીએમસીને નોટીસ ફટકારી ૨ કરોડ રૂપિયાનું વળતર માગ્યું…

Charotar Sandesh

ભારતીય દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહ ફિલ્મમાં જોવા મળશે, રિલીઝ થયું પોસ્ટર…

Charotar Sandesh