Charotar Sandesh
વર્લ્ડ

ન્યુઝીલેન્ડની રિઝર્વ બેન્કનો ધડાકો : ડેટા સિસ્ટમ હેક થઈ, ચોરીની આશંકા…

થર્ડ પાર્ટી ફાઈલ શેરિંગ સર્વિસને હેક કરી કેટલીક સંવેદશનલી માહિતી હેકરે મેળવી હોવાનો ભય…

વેલિંગ્ટન : ન્યુઝીલેન્ડની સેન્ટ્રલ બેન્કે રવિવારે જણાવ્યું છે કે અજાણ્યા હેકર દ્વારા સેન્ટ્રલ બેન્કની એક ડેટા સિસ્ટમને હેક કરીને વ્યવસાયિક અને વ્યક્તિગત સંવેદનશીલ માહિતી મેળવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિલિંગ્ટન સ્થિત મધ્યસ્થ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ન્યુઝીલેન્ડ રિઝર્વ બેન્ક દ્વારા ઉફયોગમાં લેવાતી થર્ડ પાર્ટી ફાઈલ શેરિંગ સર્વિસનો ઉપયોગ સંવેદનશીલ માહિતી એકત્ર કરવા થાય છે જેનો કોઈએ ગેરકાયદે દુરૂપયોગ કર્યો હોવાનું જણાયું છે.
ગર્વનર એડ્રિયન ઓર્રે જણાવ્યા મુજબ હેકિંગને અટકાવી દેવામાં આવ્યું છે. બેન્કની મુખ્ય કામગીરી સલામત હોવા સાથે કાર્યરત છે. અમે સ્થાનિક ઉપરાંત આંતરાષ્ટ્રીય સાયબર સુરક્ષા નિષ્ણાતો સાથે કામ કરી રહ્યા છીએ અને આ મામલે તપાસ કરી રહ્યા છીએ તેમ તેમણે જણાવ્યું હતું.
બેન્કની ડેટા સિસ્ટમ પર સંભવિત સાયબર એટેકને પગલે કેટલી માહિતી લીક થઈ છે અને કેટલી હદ સુધી અસર થઈ છે તેનું આકલન મેળવવામાં આવી રહ્યું છે. જો કે કેટલીક વ્યવસાયિક તેમજ વ્યક્તિગત સંવેદનશીલ માહિતી લીક થઈ હોવાની પ્રબળ શક્યતા છે. રિઝર્વ બેન્કે પ્રાથમિક તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી સિસ્ટમને સલામત રાખવા ઓફલાઈન કરી દીધી છે.
રિઝર્વ બેન્કના ગર્વનર ઓર્રના મતે આ સાયબર હુમલાથી થયેલા નુકસાનની માહિતી મેળવવામાં થોડો સમય લાગી શકે છે. અમે તમામ સિસ્ટમ યુઝર્સ સાથે ચર્ચા કરીને ક્યા યુઝરની માહિતી ઉપયોગમાં લેવાઈ તેના પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ.
ક્યા યુઝરની માહિતી હેકરે મેળવીને સિસ્ટમ હેક કરી છે તેમજ થર્ડ પાર્ટી ફાઈલ શેરિંગ સર્વિસ ક્યા દેશમાં સ્થિત છે તે અંગે ન્યુઝીલેન્ડની રિઝર્વ બેન્કે કોઈ વિગતો આપી નહતી.

Related posts

કોરોનાગ્રસ્ત ડોનાલ્ડ ટ્રમ્પ માટે આગામી ૪૮ કલાક મહત્ત્વપૂર્ણ..!

Charotar Sandesh

ભારત અને ચીન સંયમ રાખે : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ…

Charotar Sandesh

શ્રીલંકાના પીએમ મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ હિંસા ફાટી નીકળી : સાંસદ સહિત પ ના મોત

Charotar Sandesh