Charotar Sandesh
વર્લ્ડ

ન્યૂયોર્ક ટાઇમ્સે કોરોનાથી મૃત્યુ પામનાર એક લાખ મૃતકોના નામ ફ્રન્ટ પેજ પર પ્રકાશિત કર્યા…

અમેરિકામાં વાયરસની ગંભીરતાને અલગ રીતે રજૂ કરાઇ…

ન્યૂયોર્ક : અમેરિકાના જાણીતા સમાચાર પત્રોમાંથી એક ન્યૂયોર્ક ટાઈમ્સે દેશમાં કોરોના વાયરસની ગંભીરતાને એક અલગ જ રીતે રજૂ કરી છે. આજે તેમના ફ્રન્ટ પેજ પર નતો કોઈ સમાચાર છે નતો કોઈ ગ્રાફિક્સ છે નતો કોઈ જાહેરાત પ્રકાશિત કરવાામાં આવી છે પરંતુ દેશમાં કોરોના વાયરસ માર્યા ગયેલા લોકોના નામ પ્રકાશિત કર્યા છે જેની સંખ્યા એક લાખ પહોંચી ગઈ છે.
ન્યૂયોર્ક ટાઈમ્સે હેડિંગ આપ્યું છે કે, યુએસ ડેથ નિયર ૧,૦૦,૦૦૦ એન ઈન્કેલક્યુલેબલ લોસ (અમેરિકામાં લગભગ એક લાખ લોકોના મોત, અગણિત નુકસાન). ત્યારબાદ નીચે તેમને શ્રદ્ધાંજલિ આપતા લખવામાં આવ્યું છે કે, ધ વર નોટ સિમ્પલી નેમ્સ ઈન એ લિસ્ટ, ધ વર અસ (યાદીમાં માત્ર નામ જ નથી, તેઓ આપણામાંથી એક હતા).
સમાચાર પત્રના ફ્રન્ટ પેજ પર મૃતકોના નામ કેમ પ્રકાશિત કર્યા તેના પર તેમણે ટાઈમ્સ ઈન્સાઈડરમાં એક લેખ પણ લખ્યું છે. હકીકતમાં ન્યૂયોર્ક ટાઈમ્સના એડિટર્સે આ ભયાવહ સ્થિતિને રજૂ કરવાનો નિર્ણય લીધો. ગ્રાફિક્સ ડેસ્કના આસિસ્ટન્ટ એડિટર સિમોન લૈંડન સંખ્યામાં આ સ્થિતિને રજૂ કરવા માગતા હતા તેથી લોકોને જાણ થાય કે કેટલી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના તમામ વિભાગના પત્રકાર આ મહામારીને કવર કરી રહ્યા છે. સિમોને જણાવ્યું કે, અમને ખબર હતી કે અમે માઈલ સ્ટોન ઉભું કરવા જઈ રહ્યા છે. અમને ખબર હતી કે તે સંખ્યાઓને રજૂ કરવાની રીત હોવી જોઈએ. એક લાખ ડોટ કે પછી એક લાખ સ્ટિક ફિગર પેજ પર લગાવવાથી તમને કંઈ ખબર પડશે નહીં કે તે લોકો કોણ હતા અને તેઓ આપણા માટે શું હતા.

Related posts

૧૨ માર્ચે ક્વોડ નેતાઓની વર્ચ્યુઅલ બેઠક યોજાશેઃ મોદી-બાઇડન જોડાશે…

Charotar Sandesh

YOGA : ન્યૂયૉર્કમાં મનાવાયો યોગ દિવસ, ટાઈમ્સ સ્કવેરમાં ૩૦૦૦ લોકોએ કર્યા યોગ…

Charotar Sandesh

વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં એક જ દિવસમાં કોરોનાએ ૨૪૦૦નો ભોગ લીધો…

Charotar Sandesh