Charotar Sandesh
ઈન્ડિયા

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને જાનથી મારી નાંખવાની ધમકી મળી…

પોસ્ટર લાગ્યા : કેપ્ટનને મારી નાંખવાની ધમકી સાથે ૧૦ લાખ ડોલરના ઇનામની વાત…

ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મુખ્ય પ્રધાનને ધમકી મળ્યા બાદ વહીવટતંત્રી હરકતમાં આવી ગયો છે. આ કેસમાં પોલીસે અજાણ્યા શખ્સ સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. એક પોસ્ટરમાં, કેપ્ટનને મારી નાખવાની ધમકી સાથે ૧૦ લાખ ડોલરનું ઇનામ આપવાની વાત કરવામાં આવી છે.
આ અંગે મોહાલીના સેક્ટર -૧૧ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે પોલીસે આઈપીસીની કલમ ૫૦૪, ૫૦૬, ૧૨૦ બી, ૩૪ અને પંજાબ નિવારણ મિલકત વટહુકમ અધિનિયમની કલમ ૩, ૪ અને ૫ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓને પકડવા માટે સાયબર ટીમનો ટેકો પણ લેવામાં આવી રહ્યો છે. મોહાલીમાં સેક્ટર -૬૬ / ૬૭ ના લાઇટ પોઇન્ટ પર પબ્લિક ગાઈડ મેપ લાગેલો છે.
આ મેપ પર કોઈકે કેપ્ટન અમરિંદર સિંહનો ફોટો મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પોલીસ ટીમ ત્યાં પહોંચી ત્યારે જોયું કે કોઈએ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના ફોટોવાળું પ્રિન્ટ નીકળીને તેના પર લખ્યું હતું કે જેણે કેપ્ટન અમરિંદર સિંહને જાનથી મારી નાખશે તેને ૧૦ લાખ ડોલરનું ઇનામ આપવામાં આવશે. પોસ્ટર પર એક ઇમેઇલ આઈડી પણ લખેલી હતી. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની શોધ કરી રહી છે.

Related posts

આશ્ચર્ય..! દેશમાં ખેડૂતો કરતાં બેરોજગારોએ વધુ આત્મહત્યા કરી : NCRB

Charotar Sandesh

SBI બનશે સંકટમોચક : યશ બેંકમાં ૨૪૫૦ કરોડનું રોકાણ કરશે…

Charotar Sandesh

કોંગ્રેસની દરબારી રાજનીતિના કારણે પવાર પ્રધાનમંત્રી બની શક્યા નહોતા : પ્રફુલ્લ પટેલ

Charotar Sandesh