Charotar Sandesh
વર્લ્ડ

પાકિસ્તાને માત્ર ૨૪ જ કલાકમાં મારી પલટી કહ્યું- દાઉદ અમારી જમીન પર નથી…

ઇસ્લામાબાદ : પાકિસ્તાને શુક્રવારે કબૂલાત કરી હતી કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ તેની જમીન પર છે. પરંતુ તેને પોતાની વાતને પલટાવવાની જૂની આદત છે અને આ વખતે પણ તેણે આવું જ કર્યું છે. ૨૪ કલાકમાં જ પાકિસ્તાને દાઉદ ઇબ્રાહિમની હાજરીને સત્તાવાર રીતે નકારી દીધી છે. પાકિસ્તાને કહ્યું છે કે દાઉદ ઇબ્રાહિમ તેની ધરતી પર નથી. મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને દાઉદની પાકિસ્તાનમાં હાજરીને નકારી કાઢી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન નવા પ્રતિબંધો લાદી રહ્યું છે.
આ અહેવાલ ખોટો છે અને તેમાં કોઈ સત્ય નથી. મંત્રાલયે કહ્યું કે ભારતીય મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને તેની જમીન પર કેટલાક લિસ્ટેડ લોકો (દાઉદ ઇબ્રાહિમ)ની હાજરી સ્વીકારી છે. આ દાવો પણ પાયાવિહોણા અને ભ્રામક છે. વાત એમ છે કે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ ના ગ્રે લિસ્ટથી બચવા માટે પાકિસ્તાને ૮૮ આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓની યાદી બહાર પાડી. તેમાં તેમના પર પ્રતિબંધ મૂકવાનો દાવો કર્યો હતો. આ યાદીમાં દાઉદ ઇબ્રાહિમનું નામ પણ સામેલ છે. આમ કરીને પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતનો ગુનેગાર તેમની ધરતી પર છે.
ઇમરાન સરકારની તરફથી રજૂ કરાયેલી યાદીમાં દાઉદના નામની સાથે દસ્તાવેજમાં સરનામું વ્હાઇટ હાઉસ, કરાચી બતાવ્યું છે. આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધનો આદેશ ૧૮ ઓગસ્ટે પાકિસ્તાને જાહેર કર્યો હતો. આપને જણાવી દઇએ કે પાકિસ્તાને હંમેશાં ઇનકાર કર્યો છે કે દાઉદ અહીં છે. પાકિસ્તાન તરફથી આ પહેલું સત્તાવાર નિવેદન હતું કે તે દાઉદ ઇબ્રાહિમને આશ્રય આપી રહ્યું છે. પાકિસ્તાને આ સ્વીકારવામાં અને દાઉદના ઠેકાણાને બહાર લાવવા પાછળ યુક્તિ છે. હકીકતમાં તે એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો છે. પાકિસ્તાન બ્લેકલિસ્ટ થવાનું ટાળવા માંગે છે. પાકિસ્તાન ઈચ્છતું નથી કે આ યાદીમાં ઉત્તર કોરિયા અને ઈરાન પછી ત્રીજો દેશ બને.

Related posts

ભારત કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ હાલ અમેરિકાના પ્રવાસે…

Charotar Sandesh

USA : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના સ્ટાફ સેક્રેટરી બન્યા ભારતીય અમેરિકન નીરા ટંડન

Charotar Sandesh

કેનેડામાં ભયાવહ ગરમી : તમામ રેકોર્ડ તૂટ્યા, ૬૯ લોકોના મોત…

Charotar Sandesh