Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં લોકસભાની ૨૫ બેઠકો પર ૨૬૬ ઉમેદવારો ચૂંટણી મેદાને : જંગ જામશે

લોકસભાની બેઠકો

લોકસભાની ૨૫ બેઠકોની ચૂંટણીમાં ૧૯ મહિલાઓ સાથે કુલ ૨૬૬ તેમજ વિધાનસભા (assembly) ની પાંચ બેઠકોમાં ૨૪ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. (Election) ઉમેદવારી પત્રોની ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાયા પછી આખરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના જણાવ્યા પ્રમાણે લોકસભા(Election)ની ૨૬ બેઠકો માટે ૪૩૩ અને વિધાનસભા માટે ૩૭ ઉમેદવારો મેદાનમાં હતા પરંતુ ઉમેદવારી ફોર્મની ચકાસણી પછી લોકસભા (Loksabha)માં ૨૬૬ અને વિધાનસભામાં ૨૭ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. ચૂંટણી (Election) પંચે ૧૦૫ ઉમેદવારી પત્રો રિજેક્ટ કર્યા હતા.

સોમવારે ૬૨ ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા પછી ઉમેદવારોની ફાઈનલ યાદી તૈયાર થઈ છે, જે પૈકી લોકસભા(Election)ની અમદાવાદ બેઠક ઉપર સૌથી વધુ ૧૮ ઉમેદવારો સ્પર્ધામાં છે જ્યારે સૌથી ઓછા ત્રણ ઉમેદવારો બારડોલી બેઠક પર રહ્યાં છે. એવી જ રીતે વિજાપુર વિધાનસભા(Election)ની બેઠકમાં સૌથી વધુ આઠ ઉમેદવારો અને સૌથી ઓછા બે ઉમેદવારો Vaghodia બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે.

Other News : ચૂંટણી માહોલ જામશે : રાજ્યમાં હવે ઉનાળાના આકરા તાપ વચ્ચે રાષ્ટ્રીય નેતાઓ પ્રચારમાં ગરમી લાવશે

Related posts

વિજય રૂપાણીની છેલ્લી ઉત્તરાયણ..? નવા સીએમ માટે માંડવીયા મોખરે..?

Charotar Sandesh

સ્કૂલોની જેમ હવે ટેક્નિકલ કૉલેજો પણ ટ્યૂશન ફી લઇ શકશે : સરકારનો નિર્ણય…

Charotar Sandesh

રૂપાણી-પટેલની દિલ્હી ટ્રાન્સફર, માંડવિયાની ગુજરાતમાં એન્ટ્રી..!??

Charotar Sandesh