Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના ખંભાત વિધાનસભા પેટાચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો

ખંભાત વિધાનસભા

ગુજરાત અને દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના આણંદ જિલ્લાના ખંભાત ખાતે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે.

ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીના બંને ઉમેદવારો ભાજપના ઉમેદવાર ચિરાગભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારે જોરશોરથી પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે

ખંભાત શહેર અને તાલુકાના ગામો હોય તેમાં બંને પક્ષોએ જોરશોરથી પોતાનો પ્રચાર શરૂ કર્યો છે. શહેર અને તાલુકાના ગામોમાં ગામના લોકો અને આગેવાનો વચ્ચે જઈ પોતાની વાત રજૂ કરે છે અને પોત પોતાના ૫ ક્ષ માટે વોટ માગે છે. ભારતીય જનતા પાર્ટીના ચિરાગભાઈના પ્રચાર કાર્યક્રમમાં શહેર પ્રમુખ પિનાકીનભાઈ બ્રહ્મભટ્ટ, નગરપલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર, વિધાનસભાના સંયોજક રાજુભાઈ રાણા, વિધાનસભાના સહસંયોજક રાજભા, નગરપલિકાના કાઉન્સિલરો, ભાજપ ના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર સાથે કોંગ્રેસ પ્રમુખ સચિન રાણા, તાલુકા પ્રમુખ દાનભા તેમજ ચંદુભાઈ કડિયા, કંચનભાઈ રાણા પ્રફુલભાઈ ચુનારા, ભારતીબેન રાણા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Other News : રાજ્યના ગૃહમંત્રીએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે ગુફતેગુ યોજાઈ : આણંદની ઓચિંતી મુલાકાત લીધી

Related posts

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગામય બનતો આણંદ જિલ્લો : જુઓ તસ્વીરો

Charotar Sandesh

નશાબંધી સપ્તાહ ૨૦૨૩ અંતર્ગત ઉમરેઠમાં પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

આણંદના ગંજ બજારમાં આજે હડતાળ રહ્યા : અનાજ-કઠોળ પર જીએસટી સામે જનાક્રોશ

Charotar Sandesh