Charotar Sandesh
ગુજરાત

પીએમની ગુજરાતને સમીક્ષા બેઠક બાદ તત્કાલ રૂ.૧૦૦૦ કરોડની સહાય આપવાની જાહેરાત…

વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા કરાઈ…
તાઉ-તેથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનને રૂ. ૨ લાખની અને ઈજાગ્રસ્તને રૂ.૫૦ હજારની મદદ…
  • મુખ્યમંત્રીની જાહેરાત:વાવાઝોડાના મૃતકોના પરિવારજનોને કેન્દ્રની રૂ.2 લાખની સહાય તો રાજ્ય સરકાર રૂ.4 લાખની મદદ કરશે, કુલ રૂ.6 લાખ મળશે

ગાંધીનગર : ગુજરાતને ૧૦૦૦ કરોડની પ્રારંભિક સહાયની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં વડાપ્રધાન મોદી દ્વારા યોજાયેલ સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.વાવાઝોડા ’તાઉતે’ થી થયેલ નુકશાનનો સર્વે કરવા માટે કેન્દ્રની ટીમ ગુજરાત આવશે તો વાવાઝોડાના કારણે મૃતકોના પરિવારજનોને ૨ લાખની સહાય, ઇજાગ્રસ્ત થયેલ લોકોને ૫૦,૦૦૦ ની સહાય અપાશે.

રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. ૧ કલાક ને ૫૦ મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં વડાપ્રધાનની મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિ બેઠકમાં જોડાયા હતા.

Related posts

શિક્ષણ બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય : ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓની માર્કશીટ સ્પીડ પોસ્ટથી ઘરે મોકલાશે…

Charotar Sandesh

રાજય સરકારનો મહત્વનો નિર્ણય : હવે સરકારી કચેરીમાં 10 મીનીટ મોડા આવનારની રજા ગણી લેવાશે…

Charotar Sandesh

અમદાવાદ એરપોર્ટના રન-વે સમારકામ ને લીધે ૧૦ ફ્લાઇટ ૧૦ દિવસ વડોદરાથી ઓપરેટ થશે…

Charotar Sandesh