Charotar Sandesh
ઈન્ડિયા

પીએમ મોદીનો એક જ કાયદો, મિત્રોને થવો જોઈએ ફાયદો : રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસની વધી રહેલી કિંમતોને લઈને ફરી એક વખત કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે. રવિવારે ટિ્‌વટર પર તેમણે કહ્યુ તહુ કે, કેન્દ્ર સરકાર બંને હાથે લૂંટ ચલાવી રહી છે.
તેમણે કહ્યું, પહેલા તો સરકાર ગેસ, ડિઝલ અને પેટ્રોલ પર ભારે ટેક્સ વસુલી રહી છે અને બીજી તરફ પોતાના મિત્રો માટે સરકારની કંપનીઓ વેચીને જનતા પાસેથી રોજગારી અને સુવિધાઓ છીનવી રહી છે. તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદીનો એક જ કાયદો છે અને તે છે દેશ ફૂંકી મારીને મિત્રોને ફાયદો કરાવવાનો.
આ પહેલા કોંગ્રેસે દાવો કર્યો હતો કે, ૨૦૧૪માં મોદી સરકાર સત્તા પર આવી તે પછી પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ લગાવીને સરકારે ૨૧ લાખ કરોડ રુપિયા કરતા વધારે રકમ એકત્રિત કરી છે. ગઈકાલે રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિ ગૌતમ અડાણીની સંપત્તિમાં થયેલા વધારાને લઈને સરકાર પર નિશાન સાધ્યુ હતુ.તેમણે લોકોને ગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલા વધારાના અહેવાલનો હવાલો આપીને પૂછ્યુ હતુ કે, તમારી સંપત્તિમાં કેટલો વધારો થયો?

Related posts

હરિયાણાનો આંચકો : અમિત શાહે ગુજરાતમાં દિવાળી પ્રવાસ રદ કર્યો…

Charotar Sandesh

UP મુખ્યમંત્રી યોગીના કાર્યક્રમમાં હથિયાર લઈને ઘૂસ્યો શખ્સ : ૪ પોલીસકર્મી સસ્પેન્ડ

Charotar Sandesh

માસ્ક યોગ્ય રીતે નહીં પહેરનાર યાત્રીને પ્લેનમાંથી ઉતારી દેવાશે : ડીજીસીએ

Charotar Sandesh