Charotar Sandesh
ઈન્ડિયા

પુલવામાં જિલ્લાના પંપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર…

પંપોર : દક્ષિણી કશ્મીરના પુલવામાં જિલ્લાના પંપોર સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કરી દીધો છે. બે આતંકીઓ હજી પણ છુપાયેલા છે. આ અથડામણમાં બે નાગરિકો પણ ઘાયલ થયા છે. જો કે હજી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણ શરૂ છે. લાલપોરામાં ગુરૂવારના રોજ મોડી સાંજે સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે અથડામણ શરૂ થઇ. સુરક્ષાદળોએ આતંકીઓની હાજરીની સૂચના પર સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન ચલાવ્યું. એ દરમ્યાન ઘેરો સખ્ત થતો જોઇ મકાનમાં છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહી સાથે અથડામણ શરૂ થઇ ગઇ. એવામાં ક્રોસ ફાયરિંગમાં ગોળી વાગવાથી ત્યાંના બે સ્થાનિક નાગરિકો પણ ઘાયલ થયા છે. જેઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. આ સાથે જ અથડામણમાં એક આતંકી પણ ઠાર કરી દેવાયો છે. જ્યારે બે આતંકીઓ હજી છુપાયા હોવાની શક્યતા છે.

Related posts

આરટીઆઇ મુદ્દે સુપ્રિમે કેન્દ્ર-રાજ્યોને નોટિસ ફટકારી : ઓનલાઇન પોર્ટ શરુ કરવા આદેશ…

Charotar Sandesh

ભારત ૪૦થી વધુ દેશોને હથિયાર નિકાસ કરે છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

અંતિમ વર્ષની પરીક્ષા લીધા વગર વિદ્યાર્થીઓને પાસ કરી શકાય નહી : સુપ્રીમ કોર્ટનો ચૂકાદો…

Charotar Sandesh