Charotar Sandesh
બોલિવૂડ

પૂજા ભટ્ટે એક વીડિયો શેર કરતા કંગના ભડકી અને માન્યો આભાર…

મુંબઈ : બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ નેપોટિઝમ અંગે જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ છે. બોલિવૂડ સ્ટાર્સ આ ચર્ચામાં બે બાજુ વહેંચાયેલા છે. કેટલાક માને છે કે બોલિવૂડમાં નેપોટિઝમનું વર્ચસ્વ છે, જ્યારે કેટલાક તેને સંપૂર્ણ રીતે નકારે છે. છેલ્લા કેટલાક દિવસોથી આ મુદ્દે કંગના રનૌત અને પૂજા ભટ્ટ વચ્ચે શાબ્દીક તકરાર ચાલી રહી છે. ગુરુવારે પૂજા ભટ્ટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો હતો ત્યારબાદ કંગનાએ પૂજા ભટ્ટનો આભાર માન્યો છે.પૂજા ભટ્ટે ફિલ્મફેર એવોર્ડનો એક વીડિયો શેર કર્યો જેમાં કંગના રનૌતની ફિલ્મ ગેંગસ્ટરને એવોર્ડ મળ્યો. વીડિયોમાં એવોર્ડ લીધા બાદ કંગના મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટનો આભાર માની રહી છે.
આ વીડિયોના કેપ્શનમાં પૂજા ભટ્ટે લખ્યું છે કે ‘કદાચ આ વીડિયો ઘણુ કહી જાય છે, હું આક્ષેપને સમજદારી પર છોડી દઉં છું. હું વાસ્તવીક તથ્યો પર ભરોસો રાખુ છુ. પૂજા ભટ્ટના આ વીડિયોનો જવાબ આપતી વખતે કંગના રનૌતે કહ્યું કે આભાર. કંગનાની ટીમે ટિ્‌વટ કર્યું હતું કે, ‘પૂજા જી, કંગના ખૂબ આભારી છે કે સ્પેશિયલ ફિલ્મ્સે તેની રજૂઆત કરી હતી પરંતુ તે ઈચ્છે છે કે બહારના લોકો સાથે સારી રીતે વર્તી શકાય. તે આભારી છે. પુરુષો દ્વારા સંચાલિત આ દુનિયામાં તે સફળ થવા માટે પોતાને ભાગ્યશાળી માને છે, પરંતુ તે ઇચ્છે છે કે પિતૃસત્તા સમાપ્ત થાય. અગાઉ પૂજા ભટ્ટે કહ્યું હતું કે કંગનાને મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટની પ્રોડક્શન કંપની ‘ગેંગસ્ટર’ ફિલ્મથી કામ મળ્યુ હતુ. જેના જવાબમાં કંગનાએ ટ્‌વીટ કર્યુ.

આ ટિ્‌વટમાં લખ્યું છે, તમારી માહિતી માટે, હું પૂજા ભટ્ટને જણાવી દઉં કે કંગનાએ ગેંગસ્ટર સિવાય, સાઉથની ફિલ્મ પોકરી માટે ઓડીશન આપ્યુ હતું. જેમાં તેની પસંદગી પણ કરવામાં આવી હતી. પોકરી ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. તેથી જો તમે વિચારી રહ્યા છો કે તે ગેંગસ્ટરના કારણે સફળ રહી તો તે ખોટી વાત છે. એક બીજા ટ્‌વીટમાં કંગનાની ટીમે લખ્યુ કે ડિયર પૂજા, અનુરાગ બાસુ પાસે એ નજર હતી જેણે કંગનામાં ટેલેન્ટને પારખ્યુ. દરેક લોકો જાણે છે કે મુકેશ ભટ્ટ કલાકારોને પૈસા આપતા નતી, પ્રતિભાશાળી લોકોને મફતમાં કામ કરાવે છે. તમારા પિતાને કોઈએ હક નથી આપ્યો કે તે ચપ્પલ ફેકે, કલાકારોને પાગલ કહે કે અપમાનિત કરે.

Related posts

રવિ કિશનને મુંબઈ જઈને પોતાના નામમાંથી દૂર કરાવ્યું શુક્લા

Charotar Sandesh

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ૧૦૦ ટકા ધર્મનિરપેક્ષ નથી : જોન અબ્રાહમ

Charotar Sandesh

સુશાંતનાં મોતનું કારણ બહાર લાવવાની માંગ સાથે યુવાને ટેટૂ કોતરાવ્યું…

Charotar Sandesh