Charotar Sandesh
ગુજરાત

પેટાચૂંટણી પહેલા લીંબડી કોંગ્રેસમાં મોટું ભંગાણ, ૮ જેટલા દિગ્ગજ હોદેદારો ભાજપમાં જોડાયા…

લીંબડી : ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો માટે પેટાચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. હાલ બન્ને પક્ષોમાં મનામણા અને રિષામણા ચાલી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસને આજના દિવસમાં બે મોટા ઝટકા લાગ્યા છે. મોરબી પેટાચૂંટણી પહેલા કોંગ્રેસના જિ.પં.પ્રમુખ કિશોર ચીખલીયાએ પક્ષપલ્ટો કરીને ભાજપમાં જોડાયા છે. ત્યારબાદ લીંબડી કોંગ્રેસમાં પણ મોટુ ભંગાણ સર્જાયું છે. પેટાચૂંટણી સમયે જ લીમડીમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાતા કોળી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસ છોડીને સરપંચ અને તેમના હોદ્દોદારોએ વિધિવત રીતે ભાજપમાં સામેલ થઈ ગયા છે. પેટાચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે. લીબડીમાં કોંગ્રેસનો સાથ છોડી ગામડાઓના સરપંચ અને હોદેદારો ભાજપમાં જોઈને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. કોળી સમાજના લોકો ભાજપમાં જોડાયા છે. મળતી માહિતી પ્રમાણે લીંબડી કોંગ્રેસના ૮ હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે. જેમાં સાયલા, ચુડા તાલુકાના હોદ્દેદારોનો સમાવેશ થાય છે.
આ ગામડાઓમાં કોંગ્રેસના સરપંચ અને હોદ્દેદારો કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા છે. સાયલા અને ચુડા તાલુકાના પૂર્વ સરપંચ, જિલ્લા પંચાયત સદસ્ય, ઉપસરપંચ, સરપંચ સહિતના ૮ જેટલા હોદેદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે. લીંબડી ખાતે કિરીટસિંહ રાણાના ઉમેદવારી ફોર્મ દરમિયાન યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના હોદેદારોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.

Related posts

પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફરી ભડકો, ગુજરાતના શહેરોમાં લિટરે ૯૦ પાર…

Charotar Sandesh

હવે રાજયના APL-1 પરિવા૨ોને પણ અનાજ, દાળ, ખાંડ નિ:શુલ્ક અપાશે : વિજય રૂપાણી

Charotar Sandesh

સુરતમાં ઉમેદવારો જાહેર થતા ભાજપના કાર્યકર્તાઓનો વિરોધ, ધારાસભ્યો લાગ્યા કામે…

Charotar Sandesh