યુકેથી આવતા લોકો માટે નવી ગાઈડલાઈન…
ન્યુ દિલ્હી : ભારતથી યુકેની ફ્લાઈટ્સ ૬ જાન્યુઆરીથી જ્યારે, યુકેથી ભારતની ઉડાન ૮ જાન્યુઆરીથી શરૂ થશે. દરેક સપ્તાહે બંને તરફથી ૧૫-૧૫ ફ્લાઈટ ઓપરેટ થશે. એવામાં કોરોનાના નવા વેરિએન્ટ પર ધ્યાન રાખવા અને તે વધુ ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય મંત્રાલયે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરી છે, જે એરલાઇન્સ અને પેસેન્જર્સ માટે છે. યુકેથી આવતા યાત્રિકોને પોતાના ખર્ચે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે.
એસઓપીની ખાસ વાતોઃ-
૧. યુકેથી આવતા પેસેન્જર્સે એરપોર્ટ પર પોતાના ખર્ચે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા જરૂરી રહેશે.
૨. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એલિઝિબલ એરલાઇન્સને યુકે માટે લિમિટેડ ફ્લાઇટ્સની પરમિશન જાહેર કરશે. તે વાતનું ધ્યાન રાખવામાં આવશે કે યુકેથી આવતી ૨.ફ્લાઈટ્સ વચ્ચે અંતર રહે, કે જેથી એરપોર્ટ પર ભીડ ભેગી ન થાય. ડીજીસીએ તે વાત પર પણ નજર રાખશે કે એરલાઇન્સ યુકેથી આવતા પેસેન્જર્સને કોઈ ત્રીજા દેશના એરપોર્ટથી ટ્રાંઝિટની પરમિશન ન આપે.
૩. તમામ પેસેન્જર્સે છેલ્લાં ૧૪ દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવવી પડશે. કોરોનાની તપાસ કરાવવા માટે ડિક્લેરેશન ફોર્મ પણ ભરવું પડશે.
૪. ૮ જાન્યુઆરીથી ૩. જાન્યુઆરી વચ્ચે યુકેથી આવતા પેસેન્જર્સે યાત્રાના ૭૨ કલાક પહેલાં www.newdelhiairport.in પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવું પડશે.
૫. તમામ યાત્રિકોએ ફ્લાઈટના ૭૨ કલાક પહેલાં આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ સાથે લાવવો જરૂરી છે. જે www.newdelhiairport.in પર અપલોડ કરવો પડશે.
૬. એરલાઇન્સે એનશ્યોર કરવું પડશે કે નેગેટિવ રિપોર્ટ દેખાડ્યા બાદ જ પેસેન્જર્સને ટ્રાવેલની પરમિશન આપવામાં આવે.
૭. એરલાઇન્સે એરપોર્ટના વેઈટિંગ એરિયામાં એસઓપી સાથે જોડાયેલી જાણકારી ડિસ્પ્લે કરવી પડશે. ચેકઈન પહેલાં યાત્રિકોને તે અંગે સમજવું પડશે અને ફ્લાઇટની અંદર પણ એનાઉન્સમેન્ટ કરવું પડશે.
૮. એરપોર્ટ પર ટેસ્ટિંગમાં જે પેસેન્જર્સ પોઝિટિવ મળી આવે, તેઓને સ્ટેટ હેલ્થ ઓથોરિટીઝના કો-ઓર્ડિનેશનવાળા સેપરેટ આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે.
૯. જીનોમ સીક્વેન્સિંગમાં જો જૂના વેરિએન્ટ મળે છે તો પેશન્ટને હોમ આઈસોલેશન કે કોવિડ સેન્ટરમાં રાખવાનો હાલનો પ્રોટોકોલ લાગુ રહેશે. જો નવા વેરિએન્ટ મળી આવે છે તો સેપરેટ આઈસોલેશન યુનિટમાં જ રાખવામાં આવશે.