Charotar Sandesh
ઈન્ડિયા

પોતાના કબજે કરેલા ’ગુલામ કાશ્મીર’ને ખાલી કરે પાકિસ્તાનઃ ભારતનો જડબાતોડ જવાબ…

યુએન : યુએનની ૭૫ મી વર્ષગાંઠ પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એક વાર પોતાના ભાષણમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. શનિવારે ભારતે જવાબ આપતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. એટલું જ નહીં ભારતે પાકિસ્તાનને પીઓકેના ગેરકાયદેસર પચાવી પાડેલી જગ્યા ખાલી કરવા પણ કહ્યું છે. શનિવારે, યુએનને જવાબ આપવા માટે ભારતના અધિકારનો ઉપયોગ કરતા ભારત મિશનના પ્રથમ સચિવ મિજિતો વિનિતોએ કહ્યું કે હવે કાશ્મીર પર માત્ર પીઓકેની વાત જ બચી છે.
આ સિવાય મિજિતોએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી ભારત વિરુદ્ધ ‘જુઠ્ઠાણા’ ફેલાવવાનો યોગ્ય જવાબ આપ્યો. તેમણે આતંકવાદ પર પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. ઇમરાન ખાનને નિશાન બનાવતા મિજિતોએ કહ્યું કે યુએન પ્લેટફોર્મ પર આજે એક નેતાએ ઝેર ઓકયું છે, જેમણે પોતે સ્વીકાર્યું છે કે આતંકવાદીઓ તેમના દેશમાં તાલીમ મેળવે છે.
ભારતની તરફથી પાકિસ્તાનને જવાબ આપતા મિજિતોએ કહ્યું કે પાકિસ્તાનના નેતાએ આજે ??કહ્યું હતું કે આવા લોકો જે નફરત અને હિંસા ફેલાવવાનું કામ કરે છે તેમને ગેરકાયદેસર જાહેર કરી દેવા જોઈએ. જ્યારે તેમણે એવું કહ્યું ત્યારે અમને ખૂબ આશ્ચર્ય થયું. શું તેઓ પોતાનો જ ઉલ્લેખ કરી રહ્યા હતા? મિઝિતોએ વધુમાં કહ્યું કે આ સભા એ સતત એક એવી વ્યક્તિ (પાકિસ્તાનના વડા પ્રધાન)ની વાત સાંભળી છે જેની પાસે આજે પોતાને દેખાડવા માટે કંઈ જ નથી. એવી કોઈ સિદ્ધિ નહોતી જેના પર તે બોલી શકે. દુનિયા માટે તેમની પાસે કોઈ સૂચનો નહોતા.
ઇમરાન ખાને કાશ્મીરને લઈને ઉભા કરેલા પ્રશ્નના જવાબમાં સેક્રેટરીએ ફરીથી ભારપૂર્વક જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. તેમણે કહ્યું કે કાશ્મીરને લઈને જે પણ વિવાદ બાકી છે તે પાકિસ્તાનના ગેરકાયદેસર કબ્જાને લઇ છે. અમે પાકિસ્તાને ચેતવણી આપી છે કે તેમણે ગેરકાયદેસર રીતે કબજે કરેલા વિસ્તારોને ખાલી કરી દો.

Related posts

સુશાંતસિંહ કેસમાં ‘સુપ્રીમ’ ચુકાદો : મહારાષ્ટ્ર સરકારને ફટકો, CBIને તપાસ સોંપાઈ…

Charotar Sandesh

હાર્દિક પંડ્યાને ‘ભાઇ’ કહેવા પર આ બોલિવુડ અભિનેત્રી થઇ ટ્રોલનો શિકાર

Charotar Sandesh

મમતા બેનર્જીનું મોટું એલાન : પ.બંગાળમાં તમામને ફ્રીમાં કોરોના રસી અપાશે…

Charotar Sandesh