Charotar Sandesh
બોલિવૂડ

પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ…

મુંબઈ : બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને શુક્રવારે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી રેમોને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. કોરિયોગ્રાફરને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર વહેતા થતાં જ તેના ફેન્સ તેની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર રેમોની કોકિલાબેન હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાઈ હતી, ત્યારબાદ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ સમય દરમિયાન રેમોની પત્ની લીઝેલ પણ તેની સાથે છે. બોલિવૂડનો કોરિયોગ્રાફર અહેમદ ખાને એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે. ખુદ રેમોએ અહેમદ ખાન સાથે છ વર્ષ સુધી કામ કર્યું છે. તેણે ઘણી ફિલ્મોમાં અહેમદ ખાનને મદદ પણ કરી હતી.
રેમોએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે. આ સિવાય તેણે ઘણી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે. તેની છેલ્લી ફિલ્મ ‘એબીસીડી ૨’ હતી. આ સિવાય રેમોએ ઘણા રિયાલિટી શો પણ કર્યા છે. રેમોનો જન્મ ૨ એપ્રિલ ૧૯૭૨માં બેંગલુરુમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, રેમોએ ૧૯૯૫માં બોલિવૂડમાં કોરિયોગ્રાફર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી

Related posts

યે લાતો કે ભૂત બાતો સે નહિ માનેંગેઃ સોનુ નિગમ

Charotar Sandesh

મને સ્લો રોમાન્સ પસંદ છે : અભિનેત્રી ભૂમિ પેડનેકર

Charotar Sandesh

મારા નિધન બાદ એકલા અભિષેકને જ પ્રોપર્ટી નહીં આપું : બીગ બી

Charotar Sandesh