Charotar Sandesh
ઈન્ડિયા

પ્રણવ મુખર્જી પંચમહાભૂતમાં વિલીન : રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા…

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રક્ષામંત્રી સહિતના લોકોએ તેમના ઘરે જઇ શ્રદ્ધાંજલિ અર્પી…

૩૧મી ઑગસ્ટથી લઇ ૬ સપ્ટેમ્બર સુધી રાજકીય શોક રહેશે…

ન્યુ દિલ્હી : પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન પ્રણવ મુખર્જીના આજે અંતિમ સંસ્કાર કરી દીધા. રાજકીય સમ્માનની સાથે લોધી સ્મશાન ઘાટ પર પ્રણવ દા પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા. તેની પહેલાં તેમના નશ્વર દેહને આર્મી હોસ્પિટલથી ૧૦, રાજાજી માર્ગત સ્થિત આવેલા તેમના સરકારી ઘરમાં લઇ જવાયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ ભારત રત્નથી સમ્માનિત દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમના ઘરે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. પ્રણવ મુખરજીના કોરોના પ્રોટોકોલ સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
ખાસ વાત એ છે કે પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હતા. આથી તેમના અંતિમ સંસ્કારમાં ઓછા લોકો જ સામેલ થયા. તમામ લોકો પીપીઇ કિટમાં દેખાયા. તેમના દિકરા અભિજીત મુખર્જીએ પિતા પ્રણવ મુખર્જીને મુખાગ્નિ આપી. પ્રવણ દા ના અંતિમ સંસ્કાર રાજકીય સમ્માનની સાથે કરાયા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન પ્રણવ મુખર્જી એ દાયકાઓથી રાષ્ટ્રને મજબૂત બનાવા માટે અથાગ પ્રયાસ કર્યા. સરકારમાં હોય કે વિપક્ષમાં તેમણે તમામને સાથે લીધા. તેમના અપાર યોગદાનને કયારેય ભૂલી શકાશે નહીં.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર રાષ્ટ્રપતિ ભવન અને સંસદ ભવનમાં ત્રિરંગા અડધી કાંઠીએ ફરકાવ્યો છે. ભારતમાં ૩૧મી ઑગસ્ટથી લઇ ૬ સપ્ટેમ્બર સુધી રાજકીય શોક રહેશે. આ દરમ્યાન દેશભરમાં તમામ ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાંઠીએ ઝૂકતો રહેશે જ્યાં ધ્વજ લાગેલો રહે છે.

Related posts

વધારા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 39100ના સ્તર પર

Charotar Sandesh

શેરબજારના બિગબુલ રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન : મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ

Charotar Sandesh

પીએમ મોદીને હટાવશો તો બીજેપી ગુજરાતમાં હારશે, જુઓ કોણે કરી આ ટિપ્પણી ?

Charotar Sandesh