Charotar Sandesh
સ્પોર્ટ્સ

પ્રથમ ટી-૨૦માં ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૧ રને હરાવ્યું…

ડેબ્યૂ કરનાર નટરાજન અને જાડેજાના સ્થાને આવેલ ચહલે મેચમાં ૩-૩ વિકેટ ઝડપી

ભારતે આપેલા ૧૬૨ રનના ટાર્ગેટ સામે ઑસ્ટ્રેલિયા ૧૫૦ રન કરી શક્યું, ભારત ત્રણ મેચોની સિરીઝમાં ૧-૦થી આગળ

ફરી એકવાર જાડેજાની તોફાની બેટિંગઃ ૨૩ બોલમાં ૪૪ રન ફટકાર્યા ઇજાગ્રસ્ત થતાં તેના સ્થાને ચહલે બૉલિંગ કરી : ધવન, કોહલી, પાંડે ફરી એકવાર ફ્લૉપઃ રાહુલે ૪૦ બોલમાં ૫૧ રન ફટકાર્યા

કૈનબરા : ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચોની ટી-૨૦ સિરીઝમાં જીત સાથે શરૂઆત કરી છે. વિરાટ બ્રિગેડે કૈનબરાના મનુકા ઓવલ મેદાનમાં રમાયેલ પ્રથમ ટી-૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૧૧ રનથી હરાવ્યું છે. વન-ડે સિરીઝ ૧-૨થી હાર્યા બાદ ભારતે ટી-૨૦ સિરીઝમાં ખુબ જ સારી શરૂઆત કરી છે અને ૧-૦થી લીડ મેળવી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ ટીમ ઇન્ડિયાએ ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુક્સાને ૧૬૧ રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને જીત માટે ૧૬૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુક્સાને ૧૫૦ રન જ બનાવી શકી. આ જીત સાથે જ ટીમ ઇન્ડિયા ત્રણ ટી-૨૦ની સીરિઝમાં ૧-૦થી આગળ છે. ભારત માટે ટી. નટરાજન અને યુઝવેન્દ્ર ચહલે ૩-૩ વિકેટ લીધી.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ ૩૫ રન બનાવીને આઉટ થઇ ગયો. કન્કશન સબ્સ્ટીટ્યૂટ ચહલે તેને હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ કરાવ્યો. ચહલે તેના પછી સ્ટિવ સ્મિથને સંજૂ સૈમસનના હાથે કેચ આઉટ કરાવી ઓસ્ટ્રેલિયાને બીજો ઝાટકો આપ્યો હતો. સ્મિથ ૧૨ રન બનાવીને આઉટ થયો. ૧૧મી ઓવરમાં ટી. નટરાજને મેક્સવૈલને આઉટ કરી ત્રીજી વિકેટ પાડી. નટરાજને મૈક્સવેલને ન્મ્ઉ આઉટ કર્યો. મૈક્સવેલ માત્ર ૨ રન જ બનાવી શક્યો.
કે.એલ. રાહુલે ટી-૨૦માં શાનદાર ફોર્મ જાળવી રાખતા હાફ સેંચુરી ફટકારી હતી, પરંતુ રવીન્દ્ર જાડેજાની આક્રમક ઇનિંગ ભારત માટે સંકટમોચક સાબિત થઇ હતી. જેણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટી-૨૦માં ભારતને ૭ વિકેટ પર ૧૬૧ રન સુધી પહોંચાડ્યું. ટીમ ઇન્ડિયા માટે કે.એલ. રાહુલે સૌથી વધારે ૫૧ રન બનાવ્યા જ્યારે રવીન્દ્ર જાડેજાએ ૪૪ રનની ઇનિંગ રમી હતી.
જાડેજાના કન્કશન સબ્સ્ટિટયૂટ તરીકે બોલિંગ કરવા આવેલા યુઝવેન્દ્ર ચહલે ૪ ઓવરમાં ૨૫ રન આપીને ૩ વિકેટ લીધી. તેણે મેથ્યુ વેડ, આરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથને આઉટ કરીને મેચ ભારતની તરફેણમાં લાવી દીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
સાતમા ક્રમે એક ઇનિંગ્સમાં સૌથી વધુ રનનો રેકોર્ડ જાડેજાના નામે
ભારત માટે ટી-માં સાતમા ક્રમે એક જ ઇનિંગ્સમાં સૌથી વધુ રનનો રેકોર્ડ હવે રવિન્દ્ર જાડેજાના નામે છે. તેણે આજે ૪૪* રન કર્યા, આ પહેલાં એમએસ ધોનીએ ૨૦૧૨માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ૩૮ રન કર્યા હતા.
રાહુલની ટી-૨૦માં ૧૨મી ફિફટી
લોકેશ રાહુલે પોતાના ટી-૨૦ કરિયરની ૧૨મી ફિફટી ફટકારતા ૪૦ બોલમાં ૫ ફોર અને ૧ સિક્સની મદદથી ૫૧ રન કર્યા હતા. તે હેનરિક્સની બોલિંગમાં લોન્ગ-ઓન પર એબોટ દ્વારા કેચ આઉટ થયો હતો.

Related posts

ટોક્યો ઓલિમ્પિક્સ ૨૦૨૧માં ચોક્કસપણે યોજવાની આયોજકોને ભરોસો…

Charotar Sandesh

દંગલ ગર્લ બબીતા ફોગાટ માતા બની : દીકરાને જન્મ આપ્યો…

Charotar Sandesh

ફ્યુચર ગ્રૃપે આઈપીએલ એસોસિયેટ સેન્ટ્રલ સ્પોન્સરશિપથી છેડો ફાડવાનો કર્યો નિર્ણય…

Charotar Sandesh