Charotar Sandesh
વર્લ્ડ

પ્રથમ વાર માસ્કમાં જોવા મળ્યા રાષ્ટ્રપતિ ટ્રમ્પ…

કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા હાલ સૌથી ઉપર  : જ્યારે એક લાખ ૩૭ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા…

USA : વિશ્વમાં કોરોનાનો સૌથી વધારે કેર અમેરિકામાં જોવા મળી રહ્યો છે. તેમ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માસ્ક પહેરવાનું ટાળતા હતા પરંતુ તેઓ આટલા સમયમાં પ્રથમ વખત માસ્ક પહેરીને નજરે પડ્યા હતા. શનિવારે સૈન્ય હોસ્પિલની મુલાકાત દરમિયાન તેઓ પ્રથમ વખત માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાંથી નીકળતી વખતે પત્રકારોને કહ્યું, “જ્યારે તમે કોઈ હોસ્પિટલમાં જઈ રહ્યા હોવ ત્યારે મને લાગે છે કે માસ્ક પહેરવું જોઈએ.

ટ્રમ્પ શનિવારે વોશિંગ્ટનમાં વાલ્ટર રીડ નેશનલ મિલિટ્રી મેડિકલ સેંટર હેલીકોપ્ટરથી પહોંચ્યા હતા. જ્યાં પહોંચ્યા બાદ તેમણે કોવિડ-૧૯ દર્દીની સારવાર કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ તથા ઘાયલ સૈન્યકર્મીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ટ્રમ્પ માસ્ક પહેરીને નજરે પડ્યા હતા. હેલિકોપ્ટરમાંથી ઉતરતી વખતે તેમણે માસ્ક નહોતું પહેર્યું. આ પહેલા ટ્રમ્પ પત્રકાર પરિષદ, રેલી અને જાહેર સ્થળો પર માસ્ક પહેરવાની ના પાડી ચુક્યા છે. કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા હાલમાં પણ સૌથી ઉપર છે.

અમેરિકામાં અત્યાર સુધી ૩૩ લાખ લોકો સંક્રમિત થયા છે. જ્યારે એક લાખ ૩૭ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨.૧૪ લાખ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૪૯૯૬ લોકોનાં મોત થયા છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં ૧ કરોડ ૨૮ લાખ ૩૯ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક ૫ લાખ ૬૭ હજારને પાર પહોંચી ગયો છે.

  • Yash Patel

Related posts

વડાપ્રધાન મોદીએ G7ના તમામ દેશોના નેતાઓને ભારત તરફથી અનોખી ભેટ આપી, જુઓ વિગત

Charotar Sandesh

અફઘાનિસ્તાનના કાબુલમાં મહિલા પત્રકારની ગોળી મારી હત્યા

Charotar Sandesh

ભારત, ચીન, રશિયા જ વાયુ પ્રદૂષણ ફેલાવે છે : ડોનાલ્ડ ટ્રમ્પ

Charotar Sandesh