Charotar Sandesh
ગુજરાત

પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સહિત પ્રદેશ કાર્યાલયમાં ૭ને કોરોના…

ગાંધીનગર : કોરના મહામારી વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે નિયુક્ત કરાયેલા સી.આર. પાટીલે પ્રદેશ કાર્યાલય કમલમ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસો કરી કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. જેના કારણે ખૂલ પાટીલ સહિત ભાજપના ધારાસભ્યો, આગેવાનો અને કમલમમાં કામ કરતાં કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા છેલ્લા કેટલાક દિવસથી સીઆરના સંપર્કમાં આવેલા કાર્યકરો અને નેતાઓમાં ભય ફેલાઈ ગયો છે.
સોમવાર અને મંગળવારે કમલમમાં કાર્યકરોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેની અસર હવે થવા લાગી છે. કમલમના કાર્યાલય મંત્રી, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સહિત ૭ લોકો કોરોના પોઝિટિવ આવતા અંતે કમલમ કાર્યકરો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. હવે મંત્રીઓ કમલમ નહીં આવે અને વેબકેમ મારફતે કાર્યકરોને સાંભળશે.
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમના પ્રદેશ કાર્યલાયના મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, ૨ સફાઈકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. કમલમમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા કાર્યાલયની ઓફીસ બહાર રીબીનવાળા બેરિકેડ લગાવવામાં આવ્યા છે.

Related posts

ગુજરાતમાં અંતે વિકાસનો વિજય થશે : કેન્દ્રીયમંત્રી અમિત શાહ

Charotar Sandesh

ગુજરાતનું ગૌરવ : જુનિયર નેશનલ એથ્લેટીક્સ સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓ ઝળક્યા, 15 મેડલ જીત્યા…

Charotar Sandesh

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ટોલ ટેક્સમાં વધારો, વાહન ચાલકો નારાજ…

Charotar Sandesh