Charotar Sandesh
ઈન્ડિયા

પ્રવાસીઓની પીડા આખા ભારતે જોઈ પરંતુ ભાજપે નહિ : સોનિયા ગાંધી

ન્યુ દિલ્હી : દેશવ્યાપી લૉકડાઉન લાગુ થયા બાદથી જ દેશભરમાંથી પ્રવાસી મજૂરોનુ પલાયન નિરંતર ચાલુ છે. આજીવિકાની સમસ્યા સામે ઝઝૂમી રહેલ પ્રવાસી કોઈ રીતે પોતાના ગૃહ રાજ્ય પહોંચાડવા ઈચ્છે છે. કોરોના સંકટમાં ભૂખ-તરસ સામે ઝઝૂમી રહેલ પ્રવાસીઓ માટે એક વાર ફરીથી કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે કહ્યુ કે ભારતે પ્રવાસીઓની પીડા જોઈ છે પરંતુ ભાજપે નહિ.

સોનિયા ગાંધીએ કહ્યુ કે દેશ એક ભયાનક મંજર જોઈ રહ્યુ છે જ્યાં કોવિડ-૧૯ વચ્ચે ઘરે જવા માટે પ્રવાસી મજૂર સેંકડો કિલોમીટરનો પ્રવાસ પગપાળા જવુ પડી રહ્યુ છે તો આમાંથી ઘણી ઉઘાડા પગે પ્રવાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી લૉકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે જે ૩૧ મે, ૨૦૨૦ ના રોજ સમાપ્ત થશે. ભાજપની સાથે સાથે મોદી સરકારને પણ નિશાન પર લઈને સોનિયા ગાંધીએ કહ્યુ, પ્રવાસીઓની પીડા, તેમનો ડર આખા દેશે સાંભળ્યો પરંતુ કદાચ સરકારને સંભળાયો નહિ.

તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધીએ ગુરુવારે પ્રવાસી મજૂરો માટે એક વીડિયો સંદેશ જારી કર્યો જેમાં તેમણે ભાજપ અને કેન્દ્ર સરકારને નિશાના પર લીધુ છે. સોનિયા ગાંધીનો આ મેસેજ કેન્દ્ર સરકાર સમક્ષ ગરીબો, પ્રવાસીઓ, નાના વેપારીઓ અને મધ્યમ વર્ગના લોકોનો અવાજ ઉઠાવવામાં મદદ કરવા માટે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્પીકઅપ અભિયાનનો એક ભાગ છે.

Related posts

કોરોના નવા સ્ટ્રેન ખૂબ જ ચેપી, વધુ સાવધાની રાખવાની જરૂર : એમ્સ ડાયરેક્ટર

Charotar Sandesh

પ્રિયંકા ગાંધીએ કોરોના દર્દીઓ માટે લખનઉની હોસ્પિટલમાં મોકલાવી ઑક્સિજનની ટેંકર…

Charotar Sandesh

દેશમાં કોરોનાથી ૩૯૩ ડોકટરનાં મોત, સૌથી વધુ તમિલનાડુમાં મોત…

Charotar Sandesh