Charotar Sandesh
સ્પોર્ટ્સ

પ્રેક્ટિસ મેચમાં રહાણેની કપ્તાની પર લોકો થયા ફિદા…

સિડની : સિડનીમાં રમાઈ રહેલી બીજી પ્રેક્ટિસ મેચમાં ભારતે પોતાની બીજી ઈનિંગમાં ૪ વિકેટે ૩૮૬ રન બનાવ્યા હતાં. ભારત તરફથી હનુમા વિહારીએ અણનમ ૧૦૪ અને ઋષભ પંથે પણ અણનમ ૧૦૩ રન બનાવી ભારતે યજમાન ઓસ્ટ્રેલિયા-એ પર ૪૭૨ રનની બઢત હાંસલ કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શામી કહેર બનીને ત્રાટક્યો હતો. શામીએ પહેલા માર્કસ હેરિસને આઉટ કર્યો હતો.
જ્યારે બર્ન્સના રૂપમાં કાંગારૂ ટીમને બીજો ઝાટકો લાગ્યો હતો. પરંતુ ખાસ કરીને હૈરિસને જે પ્રકારે આઉટ કર્યો તેનાથી સૌકોઈ આશ્ચર્યચકિત રહી ગયા હતાં. જાણી જોઈને રચવામાં આવેલા પ્લાનિંગથી હૈરિસને બરાબરનો જાળમાં ફસાવવામાં આવ્યો હતો. જેમાં અજીંક્ય રહાણેની શાનદાર કપ્તાનીની ઝલક જોવા મળી હતી. મોહમ્મદ શામી અને કપ્તાન રહાણેએ ગેમ પ્લાન બનાવીને માર્કસ હૈરિસને આઉટ કરી ઓસ્ટ્રેલિયાને પહેલો ઝાટકો આપ્યો હતો. શામી અને કપ્તાન રહાણેએ હૈરિસ માટે લેગ સ્લિપમાં પૃથ્વી શોને ગોઠવ્યો હતો.
પાંચમી ઓવર ફેંકવા આવેલા શામીએ પહેલો જ બોલ હૈરિસ માટે લેગ અને મિડલ સ્ટંપ પર રાખ્યો. જેને હૈરિસે ગ્લાંસ કરવાનો પ્રયાસ કર્યો અને બોલ હવામાં ઉછળ્યો અને પૃથ્વી શોએ આશાન કેચ ઝડપી લીધો. આ સાથે જ હૈરિસ ૫ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર રહાણે અને શામીના ગેમપ્લાનના ભારોભાર વખાણ થઈ રહ્યાં છે.પ્રેક્ટિસ મેચમાં રહાણેની કપ્તાની પર લોકો થયા ફિદા
(જી.એન.એસ.)સિડની,તા.૧૨
સિડનીમાં રમાઈ રહેલી બીજી પ્રેક્ટિસ મેચમાં ભારતે પોતાની બીજી ઈનિંગમાં ૪ વિકેટે ૩૮૬ રન બનાવ્યા હતાં. ભારત તરફથી હનુમા વિહારીએ અણનમ ૧૦૪ અને ઋષભ પંથે પણ અણનમ ૧૦૩ રન બનાવી ભારતે યજમાન ઓસ્ટ્રેલિયા-એ પર ૪૭૨ રનની બઢત હાંસલ કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શામી કહેર બનીને ત્રાટક્યો હતો. શામીએ પહેલા માર્કસ હેરિસને આઉટ કર્યો હતો.
જ્યારે બર્ન્સના રૂપમાં કાંગારૂ ટીમને બીજો ઝાટકો લાગ્યો હતો. પરંતુ ખાસ કરીને હૈરિસને જે પ્રકારે આઉટ કર્યો તેનાથી સૌકોઈ આશ્ચર્યચકિત રહી ગયા હતાં. જાણી જોઈને રચવામાં આવેલા પ્લાનિંગથી હૈરિસને બરાબરનો જાળમાં ફસાવવામાં આવ્યો હતો. જેમાં અજીંક્ય રહાણેની શાનદાર કપ્તાનીની ઝલક જોવા મળી હતી. મોહમ્મદ શામી અને કપ્તાન રહાણેએ ગેમ પ્લાન બનાવીને માર્કસ હૈરિસને આઉટ કરી ઓસ્ટ્રેલિયાને પહેલો ઝાટકો આપ્યો હતો. શામી અને કપ્તાન રહાણેએ હૈરિસ માટે લેગ સ્લિપમાં પૃથ્વી શોને ગોઠવ્યો હતો.
પાંચમી ઓવર ફેંકવા આવેલા શામીએ પહેલો જ બોલ હૈરિસ માટે લેગ અને મિડલ સ્ટંપ પર રાખ્યો. જેને હૈરિસે ગ્લાંસ કરવાનો પ્રયાસ કર્યો અને બોલ હવામાં ઉછળ્યો અને પૃથ્વી શોએ આશાન કેચ ઝડપી લીધો. આ સાથે જ હૈરિસ ૫ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર રહાણે અને શામીના ગેમપ્લાનના ભારોભાર વખાણ થઈ રહ્યાં છે.

Related posts

ટીમ ઇન્ડિયા ફાઈનલમાં પરિણામને ફેરવી નાખશે તેવી શશી થરૂરે આશા વ્યકત કરી

Charotar Sandesh

આઇપીએલ-૨૦૨૧થી આગામી ટી-૨૦ વિશ્વકપ માટે મદદ મળશે : જોની બેયરસ્ટો

Charotar Sandesh

ક્રિકેટર સૌરવ ગાંગુલી બાદ દિકરી પણ કોરોના પોઝીટીવ થઈ

Charotar Sandesh