Charotar Sandesh
ગુજરાત

ફરી એકવાર જિમ બંધ કરાવતા સંચાલકોએ રસ્તા પર કસરત કરી વિરોધ કર્યો…

સુરત : એક તરફ કોરોનાના કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટો ઉછાળો આવતા સુરતમાં જિમ ફરી એકવાર બંધ કરાવી દેવાતા જિમના સંચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તંત્રના આ નિર્ણયનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં આજે શહેરના જિમ સંચાલકો તેમજ ટ્રેનરો એસએમસીની ઓફિસ સામે ઉમટી પડ્યા હતા, અને રસ્તા પર જ કસરત કરીને જિમ શરુ કરવાની પરવાનગી આપવા માટે ડિમાન્ડ કરી હતી.
જિમ સંચાલકોનું કહેવું છે કે, કેન્દ્ર સરકારની એસઓપી પ્રમાણે તેમને પણ નિર્ધારિત ગાઈડલાઈનને આધિન ખૂલ્લા રાખવા માટે મંજૂરી આપવી જોઈએ. જિમથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે ત્યારે કોરોનાના નામે જિમ બંધ કરાવી દેવા યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે મહિનાઓ પહેલા જ માસ્ક, સેનેટાઈઝર તેમજ ડિસ્ટન્સની શરત સાથે જિમને ખોલવા માટે મંજૂરી આપી દીધી હતી.
ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોના આવ્યો ત્યારે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારથી જ જિમ પણ બંધ હતા, જેને મહિનાઓ બાદ ખોલવાની મંજૂરી મળી હતી. લાંબો સમય બંધ રહ્યા બાદ પણ કોરોનાના ડરને કારણે જિમમાં આવનારા લોકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો. તેવામાં ધંધો ચલાવવો મુશ્કેલ થઈ જતાં જિમ સંચાલકોની હાલત કફોડી બની છે. માત્ર સુરત જ નહીં, રાજ્યના અનેક શહેરોમાં આવેલા ઘણા જિમને તાળાં વાગી ચૂક્યા છે.
કેન્દ્રની ગાઈડલાઈન અનુસાર ગુજરાતમાં પણ જિમ ખોલવાની મંજૂરી અપાઈ હતી. પરંતુ માર્ચ મહિનામાં રાજ્યમાં ફરી કોરોનાની કેસોમાં અચાનક વધારો થવાનું શરુ થયું છે. રાજ્યમાં હાલ એવી સ્થિતિ છે કે રોજેરોજ રેકોર્ડ સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યા છે, તેમાંય સુરતની હાલત સૌથી ગંભીર છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના આઠ મહાનગરોમાં સ્કૂલો, ટ્યૂશન ક્લાસ તેમજ સ્વિમિંગ પૂલ અને જિમ બંધ કરાવી દેવાયા છે. આ સિવાય બાગ-બગીચા જેવા જાહેર સ્થળો પર પણ લોકોને પ્રવેશવાની મનાઈ કરી દેવાઈ છે.

Related posts

રાજ્યના ૮૫,૦૦૦ વકીલો આત્મનિર્ભર યોજના હેઠળ મળશે રૂ.૨.૫૦ લાખની લોન…

Charotar Sandesh

આજથી ૧ સપ્‍ટેમ્‍બર સુધી વરસાદ પડશે : મધ્‍ય અને પૂર્વ ગુજરાતમાં મધ્‍યમ-ભારે તો કયાંક અતિભારે…

Charotar Sandesh

રાજ્યમાં થયેલ વિકાસના કામો સામે ફરિયાદો ઉઠતા સરકારની ઈમેજ બગડી : મુખ્યમંત્રીએ મંત્રીઓનો ક્લાસ લીધો

Charotar Sandesh