Charotar Sandesh
ગુજરાત

ફરી એકવાર રાજ્યભરમાં કાતિલ ઠંડીના ચમકારા પડે તેવી સંભાવના…

નાના-મોટા તમામ માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં ન જવા સૂચના…

ગાંધીનગર : ફરી એકવાર રાજ્યભરમાં કાતિલ ઠંડીના ચમકારા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમામે દક્ષિણ અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે દરિયામાં મોટો કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે માછીમારો માટે એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજ્યના નાના-મોટા તમામ માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ તાપમાન રહેશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૨૮ અને ૨૯ ડિસેમ્બરે ગુજરાતમાં કાતિલ ઠંડી વધશે, જેથી લોકો ફરી એકવાર કાતિલ ઠંડીનો સામનો કરવા માટે જણાવ્યું છે.
૧૩ શહેરોમાં તાપમાન ૧૩ ડિગ્રીથી નીચે જઈ શકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ ૭.૮ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં ૯.૮, અમદાવાદમાં ૧૧.૮ ડિગ્રી, ડીસામાં ૧૧.૨, કંડલા એરપોર્ટ ૧૧.૫ ડિગ્રી, ભુજમાં ૧૨.૪, પોરબંદરમાં ૧૨.૧ ડિગ્રી, રાજકોટ ૧૨.૫, વડોદરામાં ૧૩ ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ૨૫ ડિસેમ્બર બાદ ઠંડી વધવાની સંભાવવાના સેવવામાં આવી છે. આગામી ૨૪ કલાકમાં નલિયામાં શીતલહેર રહેશે.
૭ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહેશે. ખાસ કરીને રાજ્યભરમાં ૨૮ અને ૨૯ ડિસેમ્બરે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોરદાર રહેવાની સંભાવના છે. ૧૩ શહેરોમાં તાપમાન ૧૩ ડિગ્રીથી નીચે જશે. ગાંધીનગરમાં ૮.૫ ડિગ્રી તાપમાન છે. આગાહી પ્રમાણે, ઠંડીનો પારો નલિયા, ડીસા, સુરેન્દ્રનગરમાં નીચે ઉતરી શકે છે. રાજ્યના તાપમાનમાં આગામી બે દિવસ સુધી કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ ત્યારબાદ ૨૫ ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થવાની આગાહી છે. જ્યારે આગામી ૪૮ કલાક દરમિયાન કોલ્ડવેવની કોઈ જ આગાહી નથી. નલિયામાં પણ કોલ્ડવેવની આગાહી પરત લેવાઈ છે.

Related posts

તહેવારો બાદ વધતા જતાં કેસોની સામે સરકાર રાત્રિ કર્ફ્યુંનો સમય વધારવા મિટીંગ યોજાઈ

Charotar Sandesh

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મામલતદાર કચેરીમાં સરપ્રાઈઝ ચેકિંગ કરતાં ૬૨૮ કેસો શંકાસ્પદ જણાયા, કડક સુચના અપાઈ

Charotar Sandesh

ભાજપનો વધુ એક ઘા : કોંગ્રેસના બે ધા૨ાસભ્યોના ૨ાજીનામા…

Charotar Sandesh