Charotar Sandesh
ગુજરાત

ફરી મોતની આગ : ભરૂચની કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે ભીષણ આગ : મોતનો આંકડો ૧૬ થયો…

ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મધ્યરાત્રીએ ભીષણ આગમાં મોતનો આંકડો ૧૬એ પહોંચ્યો, ૧૨ દર્દી અને ૨ સ્ટાફ કર્મી જીવતા ભૂંજાયા…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરીને ૪-૪ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી…

ભરૂચ : ભરૂચના બાયપાસ રોડ પર આવેલી પટેલ વેલ્ફર હોસ્પિટલમાં શુક્રવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં ૧૨ દર્દીઓ સહિત ૧૫ વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યુ છે. હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર ચાલી રહી હોવાથી અન્ય દર્દીઓને ભરૂચ સ્થાનીક સહિત જિલ્લાભરની હોસ્પિટલોમાં શીફ્ટ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરીને ૪-૪ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આગની ઘટનાના મામલે ગુજરાત સરકારના બે સિનિયર આઇ.એ.એસ અધિકારીઓ વિપુલ મિત્રા અને રાજકુમાર બેનીવાલને તાત્કાલીક ભરૂચ પહોચીને તપાસ કરવાના આદેશ કર્યા છે.

બનાવ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યાં હતા. તેવામાં તા. ૩૦ એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલાના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના ૫થી ૬ હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યાં હતા.

Related posts

હાઇકોર્ટમાં અરજી સાથે માંગ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બેલેટ પેપરથી કરાવવામાં આવે…

Charotar Sandesh

નીતિન પટેલે કહ્યું- ઘરમાં કે ખેતરમાં મજૂર રાખો ત્યારે પગાર બાબતે ધ્યાન રાખો છો…?

Charotar Sandesh

મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની નવી ટુરીઝમ પોલિસી કરી જાહેર…

Charotar Sandesh