Charotar Sandesh
ઈન્ડિયા

ફાંસીની સજા સામેની અપીલની સુનાવણી હવે છ મહિનાની અંદર શરૂ થશે…

’સુપ્રીમ’નું સાહસિક પગલું, ફાંસીની સજા મુદ્દે સુનાવણીની ગાઇડલાઇન નક્કી કરી…

ન્યુ દિલ્હી : નિર્ભયા કેસના ચારેય અપરાધીઓ સાત વર્ષથી જેલમાં કેદ છે અને હજુસુધી તેમને ફાંસીએ નથી લટકાવવામાં આવ્યા. તેને ફાંસીની સજા આપવામાં પણ વિલંબ થયો હતો. કેસ ૨૦૧૨માં સામે આવ્યો હતો જ્યારે સજા ઘણા વર્ષ પછી સંભળાવવામાં આવી હતી. જોકે હવે ફાંસીની સજા થઇ હોય તેવા મામલાઓની અપીલને બહુ વિલંબ ન થાય તે માટે સુપ્રીમ કોર્ટે ગાઇડ લાઇન જાહેર કરી છે. જે મુજબ હવેથી એક નિશ્ચિત સમય સુધીમાં સુનાવણી શરૂ કરી દેવી પડશે.
સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી નવી ગાઇડ લાઇન મૂજબ ફાંસીની સજાને હાઇકોર્ટ માન્ય રાખે તે બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ થાય તો આવી અપીલની સુનાવણી છ મહિનામાં શરૂ કરી લેવામાં આવશે. સાથે જણાવવામાં આવ્યું છે કે જે મામલાઓમાં હાઇકોર્ટે ફાંસીની સજા પર મહોર લગાવી દીધી હોય તેવા મામલાની સુપ્રીમ કોર્ટમાં જે અપીલ બાદમાં દાખલ કરવામાં આવે છે તેનો નિકાલ વહેલી તકે કરી લેવામાં આવશે કે જેથી અપરાધીઓની અપીલ ફગાવાય તો પણ તેને વહેલી તકે ફાંસીએ લટકાવી શકાય.
જ્યારે હાઇકોર્ટ ફાંસીની સજાને માન્ય રાખે છે ત્યારે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ થાય છે, આ અપીલને જો વિચારણા માટે સુપ્રીમ કોર્ટ સ્વીકારી લે એટલે કે કાયદાની ભાષામાં કહીએ તો લીવ ગ્રાંટ કરી દે તે બાદથી છ મહિનાની અંદર તેની સુનાવણી કરી લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી નવી ગાઇડ લાઇન મૂજબ એ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે છ મહિનાની અંદર જ સુનાવણી માટે હાથ પર લઇ લેવામાં આવશે જ પછી તે અપીલ સુનાવણી માટે રેડી હોય કે ન હોય. જે મામલાઓમાં હાઇકોર્ટ દ્વારા મળેલી ફાંસીની સજાની સામે દોષી દ્વારા સુપ્રીમ કોર્ટમાં વિશેષ અનુમતિ પિટિશન દાખલ કરવામાં આવી હશે.
તેમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ થતા જ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી જે તે ન્યાયાલયને આદેશ મોકલશે જેના આદેશની સામે સ્પેશિયલ લીવ પિટિશન દાખલ થઇ હોય. આ સંદેશમાં રજિસ્ટ્રી કોર્ટને કહેશે કે તે મામલાનું પ્રમાણપત્ર અને કેસનો ઓરિજિનલ રેકોર્ડ ૬૦ દિવસની અંદર સુપ્રીમ કોર્ટને મોકલી આપે.

Related posts

કોરોનાથી મોતનો આંકડો 6526 : ઈટલીમાં એક જ દિવસમાં વિશ્વયુદ્ધ સરેરાશથી વધુ મોત…

Charotar Sandesh

દેશમાં કોરોનાનો આંક ૩૦ લાખને પાર, કુલ ૫૬,૭૦૬ લોકોએ ગુમાવ્યો જીવ…

Charotar Sandesh

દિલ્હીના ઈંદિરા ગાંધી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ

Charotar Sandesh