Charotar Sandesh
ગુજરાત

ફાગણસુદ પૂર્ણિમાને હોળી-ધુળેટીના પર્વે અંબાજી મંદિરના દ્વાર રાબેતા મુજબ ખુલ્લા રહેશે…

ફુલહોડ હોળી સરકારના આદેશ બાદ બંધ રાખવામાં આવી…

બનાસકાંઠા : ફાગણસુદ પૂર્ણિમાને હોળી ધુળેટીના પર્વમાં અંબાજી મંદિર બંધ નહીં રહે અને રાબેતા મુજબ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ શકે તે માટે મંદિરના દ્વાર ખુલ્લાં રહેશે પણ શ્રદ્ધાળુઓએ કોરોના ગાઇડલાઇન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મંદિરમાં દર્શન માટે પહોંચવાનું રહેશે.
હોળીના દિવસે અંબાજીમાં હોલિકા દહન સાંજના ૬.૩૦ કલાકે કરવામાં આવશે અને મંદિરમાં સાંજની ૬.૩૦ કલાકે થતી સાંયકાલ આરતી હોલિકા દહન બાદ જ કરવામાં આવશે. જે નિયત સમય કરતા મોડી થશે પણ સવારની મંગળા આરતી ૬.૦૦ કલાકે કરવામાં આવશે. જ્યારે હોળી બાદ બીજા દિવસે ધુળેટીના દિવસે અંબાજી મંદિરમાં ફૂલો દ્વારા રમાતી ફૂલ ડોલ હોળી સરકારની ગાઇડલાઇન પ્રમાણે મુલતવી રાખવામાં આવી છે પણ શ્રદ્ધાળુ મંદિરમાં નિયમો અનુસાર માતાજીના દર્શનનો લાભ લઈ શકશે.

Related posts

વડાપ્રધાન મોદી ૨ ઑક્ટોબરે ગાંધીઆશ્રમની મુલાકાત લેશે : તૈયારીઓને આખરી ઓપ…

Charotar Sandesh

અત્યાર સુધી સંવેદનશીલ સરકારે માસ્કના દંડ પેટે જનતાના ૨૦૦ કરોડ ખંખેર્યા…

Charotar Sandesh

આગામી ફિલ્મ પઠાણને લઈ ગુજરાતમાં વિરોધ યથાવત : આ શહેરમાં સિનેમાઘરો નજીક તોડફોડ

Charotar Sandesh