Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મ ગણપતમાં પિતાના મૃત્યુનો બદલો લેતો નજરે પડશે ટાઇગર શ્રોફ…

અમિતાભ- રશ્મિકા ડેડલીમાં બાપ-દિકરીનો રોલ કરશે…

મુંબઇ : હાલમાં જ વધુ એક સિંગલ ’કેસેનોવા’ રિલીઝ કરનારા ટાઇગર શ્રોફ હવે ફિલ્મોના શૂટ માટે તૈયાર છે. ફેબ્રુઆરીથી તે વિકાસ બહલની ફિલ્મ ’ગણપત’ શરૂ કરી રહ્યો છે. અહીંયા પણ તે એક્શન અવતારમાં દેખાશે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, ’અહીંયા તેનો રોલ તેના ફાઇટમાસ્ટર પિતાના મૃત્યુનો બદલો લેતો દેખાશે. ફાઇટમાસ્ટરને તેમના જ લોકો વિશ્વાસમાં લઈને મારી નાખે છે. બદલો લેવા માટે ટાઇગરનો રોલ દુશમનોને ખતમ કરે છે. વિકાસ બહલ આમાં ટિપિકલ એક્શનનો ટોન રાખી રહ્યા છે.’
ફિલ્મમાં ટાઇગર શ્રોફના એક્શનને સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. તેની ઓપોઝિટ હિરોઈનના રોલ માટે નવા ફેસની શોધ થઇ રહી છે. ટાઈગરે ચાર દિવસ પહેલાં આ બાબતે ટ્રાયલ અને મીટિંગ શરૂ કરી દીધી છે. આશા છે કે ફેબ્રુઆરીમાં તે આનું શૂટિંગ શરૂ કરી દેશે. પછી માર્ચમાં અમુક ભાગનું શૂટિંગ કરવામાં આવશે. ટાઇગર વાળી ફિલ્મની સ્ટોરી બોલિવૂડના એક ફાઈટમાસ્ટરની જર્નીથી પ્રેરિત ગણાવવામાં આવી રહી છે. જોકે, તે ફાઈટમાસ્ટર કોણ છે તે સિક્રેટ રાખવામાં આવ્યું છે.
૨૨ માર્ચથી વિકાસ બહલ અમિતાભ બચ્ચન સાથે ’ડેડલી’નું શૂટ કરેશે. તેમાં રશ્મિકા મંદાના પણ છે. અહીંયા વિકાસ એક્શનને બદલે ઈમોશન પર ફોકસ કરી રહ્યા છે. સૂત્રોએ કહ્યું, ’અહીંયા અમિતાભ અને રશ્મિકા બાપ દીકરીના રોલમાં હશે. આને ’પીકુ’થી એકદમ અલગ રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. આ બધા સિવાય વિકાસે હાલમાં જ એક વેબ શોનું શૂટિંગ પણ પૂરું કર્યું છે.

Related posts

મણીરત્નમ્ની ફિલ્મમાં ઐશ્વર્યા નેગેટીવ રોલ કરશે

Charotar Sandesh

સોનુ સૂદ કોરોના પોઝિટિવ, છતાંય કહ્યું- યાદ રહે કોઇ પણ તકલીફ પર હું હંમેશા તમારી સાથે…

Charotar Sandesh

લક્ષ્મી બોમ્બને લઈને મુકેશ ખન્નાએ કહ્યું – હિંદુ ધર્મને ટાર્ગેટ કરી રહ્યા છે ફિલ્મી લોકો…

Charotar Sandesh