મુંબઈ : ઈમરાન હાશ્મી આગામી ફિલ્મ ‘મુંબઈ સાગા’માં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટનો રોલ પ્લે કરી રહ્યો છે. ફિલ્મના ડિરેક્ટર સંજય ગુપ્તાએ ઈમરાનની તસવીરો શૅર કરી હતી. ઈમરાન મુંબઈ પોલીસ યુનિફોર્મમાં ગન સાથે જોવા મળે છે અન્ય એક તસવીરમાં ઈમરાન પોલીસ કાર ચલાવે છે અને તેણે યુનિફોર્મ તથા એવિએટર સનગ્લાસ પહેર્યાં છે.
સંજય ગુપ્તાએ સોશિયલ મીડિયામાં ઈમરાન હાશ્મીની તસવીર શૅર કરી છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ્હોન અબ્રાહમનો લુક શૅર કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ ગેંગસ્ટરના રોલમાં છે. ‘મુંબઈ સાગા’ ૮૦ના દાયકાના ગેંગસ્ટર ડ્રામા પર આધારિત છે. સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી, સુનિલ શેટ્ટી, મહેશ માંજરેકર, કાજલ અગ્રવાલ, પ્રતિક બબ્બર જેવા કલાકારો છે.
ડિરેક્ટર અનુરાગ બાસુની નવી ફિલ્મ ‘લુડો’માં અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ, આદિત્ય રોય કપૂર તથા સનાયા મલ્હોત્રા છે. ફાતિમાએ હાલમાં જ ફિલ્મની એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તે અને રાજકુમાર રાવ ઈ-ઓટોમાં બેઠા છે અને બંનેનો લુક ઘણો જ સિમ્પલ છે. ફાતિમ સલવાર કમિઝ તથા રાજકુમાર રાવ પ્રિન્ટેડ ટી-શર્ટ તથા પેન્ટમાં છે. ઉલ્લેખનીય છે કે અનુરાગ બાસુની કોમેડી એન્થોલોજીમાં ભારતના ચાર મેટ્રો શહેરની અલગ-અલગ સ્ટોરી બતાવવામાં આવશે. આ ફિલ્મ ૨૪ એપ્રિલે રિલીઝ થશે.