Charotar Sandesh
બોલિવૂડ

ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નાં શૂટિંગ માટે તુર્કી પહોંચ્યો આમિર ખાન…

મુંબઈ : આમિર ખાન પોતાની નેક્સ્ટ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નાં શૂટિંગ માટે તુર્કી પહોંચી ગયો છે. તુર્કીમાં આમિર ખાનના અમુક ચાહકોએ તેની સાથે ફોટોઝ ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. જો કે આ ફોટોઝ ઘણા યુઝર્સને ગમ્યા નથી કારણ કે કોરોના ટાઈમમાં આમિર લોકોની ઘણી નજીક હતો અને ઘણા ફોટો અને વીડિયોમાં તેણે માસ્ક પણ પહેર્યું નથી. કોરોના વાઈરસની ઝપેટ આખી દુનિયા આવી ગઈ છે. તેવામાં એક ચાહકે ટર્કિશમાં લખ્યું કે, મિત્રો, હું તમને કઈક કહેવા માગું છું, પણ મારા પર ગુસ્સે ન થતા.

આ ફોટોમાં શું છે? કૃપા કરીને વધારે નજીક ન આવો, કોવિડ -૧૯ કોને છે તે સ્પષ્ટ નથી, તેથી તમે પોતાને અને આમિર બંનેને સુરક્ષિત રાખો, તમારી વચ્ચે અંતર રાખો. ફોરેસ્ટ ગમ્પની રિમેક આ ફિલ્મનું શૂટિંગ લદ્દાખ અને દિલ્હીમાં થવાનું હતું, પરંતુ લોકડાઉનને લીધે તે કેન્સલ થયું. દેશમાં કોરોનાના વધી રહેલા કેસને લીધે લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ તુર્કી અને જ્યોર્જિયામાં થશે. ફિલ્મનાં ડિરેક્ટર અદ્વૈત ચંદન અને રાઈટર અતુલ કુલકર્ણી છે. ફિલ્મ ક્રિસમસ ૨૦૨૦માં રિલીઝ થવાની હતી પરંતુ હવે તે આવતા વર્ષે રિલીઝ થઇ શકે તેવી શક્યતા છે.

Related posts

અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ દર મહિને પ્રિયંકા ચોપડાને આપે છે ૬.૭૮ લાખ રૂપિયા…

Charotar Sandesh

રુસો બ્રધર્સ ટોમ હોલાંડ સાથે નાના બજેટની ફિલ્મ બનાવશ

Charotar Sandesh

બોલિવુડ ફિલ્મોનો થશે કોરોના વિમો, તાપસી પન્નુની ફિલ્મથી શરૂઆત…

Charotar Sandesh