Charotar Sandesh
બોલિવૂડ

ફેમા ઉલ્લંઘન કેસમાં ઈડીએ એક્ટ્રેસ યામી ગૌતમને સમન્સ પાઠવ્યું…

પૂછપરછ માટે ૭ જુલાઈએ હાજર થવાનું કહ્યું…

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમને ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ સમન્સ પાઠવ્યું છે. ઇડીએ સાત જુલાઈના રોજ સવારે ૧૧ વાગે હાજર થવાનું કહ્યું છે. યામી પર આક્ષેપ છે કે તેણે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)નું ઉલ્લંઘન કર્યું છે.
યામી ગૌતમે હાલમાં જ ફિલ્મમેકર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં છે. યામીએ ફેમાના નિયમોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે. ઈડીના ઝોન ૨ના અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યાં છે. ઈડીએ બીજીવાર યામીને સમન્સ પાઠવ્યું છે. હાલમાં બિગ બેનર બોલિવૂડ ફિલ્મ્સ મની લોન્ડરિંગને કારણે ઈડીની નજરમાં છે.
યામી તથા આદિત્યે સો.મીડિયામાં લગ્નની તસવીર શૅર કરી હતી. બંનેએ પર્શિયન રાઈટર રૂમીની પંક્તિ લખી હતી, ’તારા પ્રકાશની સાથે, હું પ્રેમ કરતાં શીખી.’ વધુમાં કહેવામાં આવ્યું હતું, ’અમારા પરિવારના આશીર્વાદની સાથે, અમે આજે પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા. અમે આ ખાસ દિવસ નિકટના તથા પરિવારની સાથે સેલિબ્રેટ કર્યો. આજે અમે મિત્રતા તથા પ્રેમની એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. આ સમયે તમારા પ્રેમ તથા શુભકામનાની જરૂરી છે. પ્રેમ યામી તથા આદિત્ય.’
લગ્નના થોડાં દિવસ બાદ જ યામી પતિ સાથે મુંબઈ પરત ફરી હતી. યામીએ આગામી ફિલ્મ ’અ થર્સડે’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. યામીએ બોલિવૂડ ફિલ્મ ’વિકી ડોનર’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. યામીએ ’કાબિલ’ તથા ’બદલાપુર’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

Related posts

કોરોના સામેની જંગમાં ઋચા ચઢ્ઢાએ દાન કર્યુ ૬૦૦ કિલો રેશન…

Charotar Sandesh

‘નચ બલિયે ૯’ માં હિના ખાન પ્રેમી રોકી જયસ્વાલ સાથે ચમકશે

Charotar Sandesh

ફિલ્મફેયર ૨૦૨૧ઃ ઈરફાન ખાન બેસ્ટ એક્ટર, તાપસી બેસ્ટ એક્ટ્રેસ…

Charotar Sandesh