Charotar Sandesh
વર્લ્ડ

ફેસબુકે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ૧૦થી વધુ જાહેરાતોને હટાવી…

પ્રચારનો વીડિયો અમારી નફરતને રોકવાની નીતિઓની વિરુદ્ધ…

USA : ફેસબુકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ઈસ્યુ કરવામાં આવેલી ૧૦થી વધુ જાહેરાતોને તેના પ્લેટફોર્મ પરથી હાટવી દીધી છે. આ વીડિયો નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે બહાર પાડવામાં આવ્યા હતા. ફેસબુકના પ્રવકતા એન્ડી સ્ટોને ગુરુવારે કહ્યું કે જાહેરાત સામુહિક નફરતને રોકવાની અમારી નીતિઓની વિરુદ્ધ હતી. તેમાં કેટલાક એવા નિશાન હતા, જેનો નાઝી શાસકો ઉપયોગ કરતા હતા. હટાવતા પહેલા તેને લાખો વખત જોવામાં આવ્યા હતા.
જાહેરાતમાં લાલ રંગના એક ત્રિકોણના ઉપયોગ પર વાધો વ્યક્ત કરવામાં આવ્યો હતો. એન્ટી ડીફેમેશન લીગે કહ્યું કે તે નાઝી શાસન સાથે જોડાયેલો છે. નાઝી કન્સેન્ટ્રેશન સેન્ટરમાં બંધ રાજકીય કેદીઓ માટે આ નિશાનનો ઉપયોગ કરવામાં આવતો હતો.
ટ્રમ્પના ચૂંટણી કેમ્પેનની આ જાહેરાતમાં ડાબેરી ગ્રૂપ એન્ટિફાની નીંદા કરવામાં આવી હતી. ટ્રમ્પ સમર્થકો આ અમેરિકાના ગ્રૂપને ઘરેલુ આતંકી સંગઠન જાહેર કરવાની માંગ કરી રહ્યાં છે. ગત મહિને અમેરિકાના ઘણા રાજ્યોમાં લોકડાઉન હટાવવાના વિરોધમાં થયેલા દેખાવોમાં આ ગ્રુપના સભ્યો સામેલ થયા હતા. આ પૈકીના કેટલાક હથિયારો સાથે પહોંચ્યા હતા. ત્યારથી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એન્ટિફા ગ્રૂપથી નારાજ છે. આ ગ્રૂપ મુખ્યત્વે માનવઅધિકાર સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવે છે.

  • Naren Patel

Related posts

અમેરિકામાં કોરોના બેક : ૮૦ હજાર પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh

ફ્રાન્સના ચર્ચમાં આતંકી હુમલોઃ ત્રણની નિર્મમ હત્યા, મહિલાનું ગળુ કાપ્યું…

Charotar Sandesh

અમેરિકા ૧૦૦ કરોડ કોરોના વેક્સિન ખરીદશે : બે કંપની સાથે ૧૪૯૨ હજાર કરોડનો કરાર…

Charotar Sandesh