Charotar Sandesh
સ્પોર્ટ્સ

ફ્યુચર ગ્રૃપે આઈપીએલ એસોસિયેટ સેન્ટ્રલ સ્પોન્સરશિપથી છેડો ફાડવાનો કર્યો નિર્ણય…

ન્યુ દિલ્હી : આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગની મુશ્કેલીઓ દૂર થતી જોવા મળી રહી નથી. યુએઈમાં આઈપીએલ રમાડવાનો મેળ પડ્યો ત્યાં વિવો સ્પોન્સરશિપને લઈ વિવાદ થયો. જે બાદ આવેલ ડ્રીમ ૧૧ને લઈને પણ હાલ લોકો સવાલ ઉભા કરી રહ્યા છે. તેવામાં હવે આઈપીએલ સામે વધુ એક મુશ્કેલી આવીને ઉભી રહી ગઈ છે. ફ્યુચર ગ્રૃપે આઈપીએલ એસોસિયેટ સેન્ટ્રલ સ્પોન્સરશિપથી હાથ ખંખેરી લીધા છે.

ગત પાંચ વર્ષથી ફ્યુચર ગ્રૃપ આઈપીએલની સાથે જોડાયેલું હતું. પણ આ વર્ષે તેણે આઈપીએલથી છેડો ફાડી લેવાનો નિર્ણય કર્યો છે. આઈપીએલની ઓફિશિયલ વેબસાઈટ ઉપર પણ ફ્યુચર ગ્રૃપનું નામ એસોસિયેટ સ્પોન્સરની લિસ્ટથી હટાવી દેવામાં આવ્યું છે. હવે બોર્ડ દ્વારા ફ્યુચર ગ્રૃપનું રિપ્લેસમેન્ટ શોધવામાં આવી રહ્યું છે. કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા પહેલાં જ ફ્યુચર ગ્રૃપ દ્વારા આ નિર્ણય લેવામાં આવતાં બોર્ડ દ્વારા કંપની ઉપર પેનલ્ટી પણ લગાવવામાં આવી શકે છે.
સુત્રોએ જણાવ્યું કે, ફ્યુચર ગ્રૃપના ખસી જવાનું મોટું કારણ સ્પોન્સરશિપ માટે મસમોટી રકમ ચૂકવવી છે. જો કે, હવે બોર્ડ ત્યારે જ રાજી થશે જ્યારે ફ્યુચર ગ્રૃપ પેનલ્ટી ભરવા માટે સહમત થશે. આ અગાઉ ચીન સાથેના ઘર્ષણ બાદ દેશમાં ચીન વિરોધી માહોલ બનતાં વિવો આઈપીએલની સ્પોન્સરશિપમાંથી નીકળી ગયું હતું. જે બાદ બોર્ડ દ્વારા ટાઈટલ સ્પોન્સરશિપ માટે નવી કંપનીને પસંદ કરવામાં આવી હતી.

Related posts

વ્હાઇટ બોલ ક્રિકેટમાં કોહલી સ્મિથ કરતા ઘણો સારો બેટ્‌સમેન છેઃ ગંભીર

Charotar Sandesh

ઇજાગ્રસ્ત રોહિત શર્મા ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં ઊતરે તેવી શક્યતા…

Charotar Sandesh

ધોનીના સમયમાં અમારી પાસે વધુ અનુભવ નહોતો, વિરાટની કેપ્ટન્સીમાં ઘણો ફરક પડ્યોઃ ઇશાંત

Charotar Sandesh