Charotar Sandesh
ઈન્ડિયા

બંગાળમાં મમતાની બલ્લે બલ્લે, તમિલનાડુમાં DMKનો ડંકો, અસમમાં NDAની વાપસી…

પ.બંગાળ : ત્રીજી વખત સીએમ બનશે મમતા, તમિલનાડુઃ AIADMK-BJPની સરકાર આઉટ, આસામઃ સોનોવાલ પર ફરી ભરોસા, કેરળ…

લેફ્ટ પાર્ટીઓનું એકમાત્ર સુરક્ષિત રાજ્ય, પુડ્ડુચેરીઃ પ્રથમ વખત BJP ગઠબંધન બનાવી શકે છે સરકાર

ન્યુ દિલ્હી : ૪ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ ૨ મેના રોજ જાહેર થયા. ચૂંટણી પંચદ્વારા આસામ, તમિલનાડુ, પશ્વિમ બંગાળ, કેરળ અને પુડુચેરીમાં સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવાઈ હતી. આ સાથે જ એ સ્પષ્ટ થઇ જશે કે રાજ્યમાં કઇ પાર્ટીની સરકાર બનશે. હાલ અલગ અલગ રાજ્યોમાં જે રીતે જોવા મળી રહ્યું છે તે મુજબ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જ્યારે અસમમાં ભાજપની વાપસી થતી જોવા મળી રહી છે. તમિલનાડુમાં સત્તાપરિવર્તન થતું જોવા મળી રહ્યું છે. કેરળમાં પણ સત્તાધારી પક્ષ સત્તા મેળવતો જણાય છે. જ્યારે પુડુચેરીમાં ભાજપ આગળ છે.
પશ્ચિમ બંગાળમાં ટીએમસી સત્તામાં પાછી ફરતી જોવા મળી રહી છે. ટ્રેન્ડમાં ટીએમસીને ૨૦૯ બેઠકો, ભાજપ+ ને ૮૦ જ્યારે કોંગ્રેસ+ ૨ બેઠક પર આગળ હતાં. જો કે રાજ્યના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં ભારે રસાકસી જોવા મળી રહી છે. પહેલા ભાજપના શુવેન્દુ અધિકારી ત્યાં આગળ હતાં જ્યારે બાદમાં ટીએમસીના મમતા બેનર્જીએ સરસાઇ મેળવી લીધી હતી. આ બેઠક પર જીત બંને પક્ષો માટે નાકનો સવાલ છે.
તામિલનાડુ વિધાનસભા ચૂંટણી પરિણામમાં શરૂઆતથી જ DMK આગળ જોવા મળી રહી છે. જ્યારે સત્તાધારી AIADMK પાછળ છે. AIADMK+ ૮૦ બેઠકો પર જ્યારે DMK+ ૧૫૩ બેઠકો પર આગળ છે. અન્ય ૧ બેઠક પર આગળ છે. ડીએમકે સમર્થકો ઉજવણીમાં મસ્ત બની ગયા છે.
અસમમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએની વાપસી નિશ્ચિત જણાઈ રહી છે. જો કે કોંગ્રેસના નેતૃત્વવાળું ગઠબંધન પણ બહુ પાછળ નથી. ટ્રેન્ડ મુજબ ભાજપના નેતૃત્વવાળુ એનડીએ ૭૩ બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ+ ૫૦ બેઠકો પર આગળ છે. અન્ય ૩ બેઠક પર આગળ છે.
પુડુચેરીમાં પણ ભાજપ+ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. અહીં તેઓ ૯ બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ+ ૩ બેઠકો પર આગળ છે. પુડુચેરીમાં કુલ ૩૦ બેઠકો છે
કેરળમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી ના નેતૃત્વવાળું સત્તાધારી જુથ રાજ્યમાં ૧૪૦ બેઠકોમાંથી ૧૦૦ બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળું જુથ ૪૦ બેઠકો પર આગળ છે. ભાજપ+ ૦ બેઠકો પર આગળ છે.
૫ રાજ્યોમાં સવારે ૮ના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ હતી. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી.ત્યારબાદ ઈવીએમની મતગણતરી શરૂ કરાઈ હતી. રવિવારે થયેલી મતગણતરી માટે ચૂંટણે પંચે અગાઉથી જ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. કાઉન્ટિંગ દરમિયાન તમામને કોવિડ ૧૯ મહામારીથી બચવા માટે જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવાની સલાહ આપી હીત. ચૂંટણી પંચે એક રૂમમાં મતગણતરી માટે ૭ ટેબલની પરવાનગી આપી હતી. જ્યારે તે પહેલાં આ સંખ્યા ૧૪ હતી.
અધિકારીઓએ જણાવ્યું કે ’મતગણતરી શરૂ કરતાં પહેલાં તમામ ઇવીએમ અને વીવીપેટને પણ સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. તો મતગણતરીમાં સામેલ થનાર લોકો માટે કેંદ્રની બહાર માસ્ક, ફેસ શીલ્ડ અને સેનિટાઇઝર રાખવામાં આવ્યા હતા. દરેક મતગણતરી કેંદ્રને ઓછામાં ઓછા ૧૫ વાર સેનેટૈઝ કરવાનું કામ કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું સખત પાલન કરવાની સાથે જ એકત્ર કરવા પર પ્રતિબંધ હતો. ઉમેદવાર અથવા તેમના પ્રતિનિધિને કોવિડ ૧૯ નેગેટિવ રિપોર્ટ અથવા રસીના બંને ડોઝ લીધા હોવાનું પ્રમાણપત્ર બતાવતા જ મતગણતરી કેંદ્રની અંદર અપ્રવેશ આપવામાં આવ્યો હતો.
પાંચેય રાજ્યોની કુલ ૮૨૨ વિધાનસભા બેઠકો પર થયેલા મતદાન બાદ આજે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ હતી. આ દરમિયાન કોરોનાના તમામ નિયમોનું કડકાઈથી પાલન કરવાનું કહેવાયું હતું. પશ્ચિમ બંગાળમાં કુલ ૨૯૪ બેઠકોનો જનાદેશ આવશે. તામિલનાડુમાં ૨૩૪, કેરળની ૧૪૦ બેઠકો, અસમની ૧૨૬ અને પુડ્ડુચેરીની ૨૦ વિધાનસભા બેઠકો છે.
૫ રાજ્યોની ચૂંટણી ઉપરાંત ૧૩ અલગ અલગ રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી અને ૪ લોકસભા બેઠકોની પેટાચૂંટણીના પણ આજે જ પરિણામ આવનાર છે.

Related posts

કોઇની સામે નમીશ નહીં, અસત્યને સત્ય દ્વારા જીતીશ : રાહુલ ગાંધીનો પડકાર

Charotar Sandesh

કોરોના વાયરસની રાષ્ટ્રપતિ ભવનમાં એન્ટ્રી : ૧૨૫ પરિવાર ક્વારેન્ટાઇન…

Charotar Sandesh

૧૦ જાન્યુઆરીએ ગુજરાતી સમાજ સાથે ઉદ્ધવ ઠાકરેનો સંવાદ…

Charotar Sandesh