Charotar Sandesh
વર્લ્ડ

બાઈડેનના શપથ ગ્રહણ પહેલા અમેરિકામાં હિસાની FBIએ આપી ચેતવણી…

૨૦ જાન્યુઆરીએ બાઈડેનના શપથ ગ્રહણ દરમિયાન હિંસા ફેલાવાનો ભય, તમામ ૫૦ રાજ્ય સરકારો સતર્ક…

USA : રાષ્ટ્રપતિ ઇલેક્ટ જો બાઈડેન ૨૦ જાન્યુઆરીના રોજ શપથ ગ્રહણ કરશે. આ શપથ ગ્રહણ સમારોહ પર હિંસા થવાનો ભય તોળાઈ રહ્યો છે. ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન મુજબ, ટ્રમ્પ સમર્થકો વોશિંગ્ટન ડીસી અને તમામ ૫૦ રાજ્યોમાં હિંસા ફેલાવી શકે છે. જો કે , આ બાબતે રાષ્ટ્રીય રાજધાની એટલે કે વોશિંગ્ટન ડીસી અને રાજયોને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. મિલેટ્રીના નેશનલ ગાડ્‌ર્સઅને સ્પેશિયલ સિક્યોરિટી એજન્સીની ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે.
અમેરિકાની રાજધાનીમાં ગુરુવારે જ સૈન્યની વિશેષ ટીમ, રાષ્ટ્રીય ગાડ્‌ર્સને તૈનાત કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોસંસદની અંદર અને બહાર હિંસા કરી હતી. જેમાં એક પોલીસ અધિકારી અને એક મહિલા સહિત કુલ પાંચ લોકો માર્યા ગયા હતા. તેથી, સુરક્ષા એજન્સીઓ૨૦ જાન્યુઆરીના રોજ યોજાનાર શપથ ગ્રહણ પહેલાં તે કોઈ જોખમ લેવા માંગતી નથી. સામાન્ય રીતે શપથ ગ્રહણ સમારોહના દિવસે લાખો લોકો એકઠા થાય છે. પણ આ વખતે કોવિડ-૧૯ ને કારણે આ સંખ્યા ખૂબ ઓછી હશે.
જ્યોર્જિયામાં તોફાનીઓનો સામનો કરવા માટે સક્ષમ વિશેષ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. તેમની પાસે સ્પેશિયલ ટેક્ટિકલ રાઇફલ્સ છે. એબીસી ન્યૂઝનો એક રિપોર્ટના જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલા એફબીઆઇને હિંસા અંગે ગુપ્ત માહિતી મળી હતી. આ પછી, તેને ફેડરલ કેપિટલ એટલે કે વોશિંગ્ટન ડી.સી. ઉપરાંત રાજ્ય સરકારોને પણ સતર્ક રહેવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. તપાસ એજન્સીઓ વોશિંગ્ટન ડીસીના કેટલાક વિસ્તારોને૧૭થી ૨૦ જાન્યુઆરી સુધી સીલ કરવાની તૈયારીઓ પણ કરી રહી છે. આ ક્ષેત્રોમાં હિંસા ફેલાવાની આશંકા વધુ છે.

  • Nilesh Patel

Related posts

અશરફ ગની દેશનો ખજાનો લૂંટી ભાગ્યા : હેલિકોપ્ટર, ચાર કાર અને કરોડો રૂપિયા હોવાનો આરોપ

Charotar Sandesh

‘એવેન્જર્સ’ માટે આયર્ન મેને લીધા હતા એટલા રૂપિયા કે તમે જાણીને ચોકી જશો

Charotar Sandesh

ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન : અમે ચીનની સાથે વેપાર જ કરવાના નથી…

Charotar Sandesh