Charotar Sandesh
ઈન્ડિયા

બાબા રામદેવની કોરોનિલ ટેબલેટના વેચાણ પર મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધ લાદ્યો…

મુંબઇ : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે પતંજલિ આર્યુવેદની કોરોના દવા કોરોનિલના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઠાકરે સરકારમાં ગૃહમંત્રી અનિલ દેશમુખે બાબા રામદેવ દ્વારા લોન્ચ કરેલી કોરોનિલ ટેબલેટ મુદ્દે કહ્યું હતું કે, ડબલ્યુએચઓ અને આઇએમએ જેવા સક્ષમ સ્વાસ્થ સંગઠનો પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા વગર કોરોનિલના વેચાણને મહારાષ્ટ્રમાં મંજૂરી મળશે નહીં.
વિવાદમાં ફસાયેલી કોરોનિલ ટેબલેટ સંદર્ભે દેશમુખે ટ્‌વીટ કરી હતી કે, પતંજલિની કોરોનિલ દવાના વેચાણને મહારાષ્ટ્રમાં ડબલ્યુએચઓ, આઇએમએ અને અન્ય સક્ષમ સ્વાસ્થ સંગઠનોના પ્રમાણપત્ર વગર મંજૂરી આપવામાં આવશે નહીં.
તેમણે અન્ય એક ટ્‌વીટમાં કહ્યું હતું કે કોરોનિલના પરીક્ષણ પર આઇએમએ સવાલ ઉભા કરી ચૂક્યુ છે અને ડબલ્યુએચઓએ કોવિડની સારવાર માટે પતંજલિની કોઇપણ પ્રકારની દવાને માન્યતા આપવાથી ઇનકાર કર્યો હતો. આવા સમયે કોઇપણ દવાને વેચાણમાં મૂકવી અને બે વરિષ્ઠ કેન્દ્રિય મંત્રીઓ દ્વારા તેને પ્રોત્સાહન આપવું યોગ્ય નથી.
નોંધનીય છે કે, બાબા રામદેવની કંપની પતંજલિ આર્યુવેદ દ્વારા કોરોના સંક્રમણની સારવાર માટે કોરોનિલ ટેબલેટ તૈયાર કરાવામાં આવી હતી, જેને શુક્રવારે લોન્ચ કરવામાં આવી હતી.

Related posts

પીએમ મોદીએ જારી કરી ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ના સિક્કાઓની નવી શ્રેણી, આ સિક્કાઓની ખાસ વાત, જુઓ

Charotar Sandesh

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૮ હજારથી વધુ કેસઃ કુલ આંકડો ૮૧ લાખની નજીક…

Charotar Sandesh

કોરોના ઇફેક્ટ : સંસદનું શિયાળુ સત્ર રદ્દ, જાન્યુઆરીમાં બજેટ સત્ર…

Charotar Sandesh