Charotar Sandesh
ઈન્ડિયા

બીએડની પરીક્ષા દરમિયાન કોઈને કોરોના થયો નથી, JEE-NEET પરીક્ષા થવી જોઈએ : મુખ્યમંત્રી યોગી

લખનઉ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જેઈઈ અને નીટ પરીક્ષાઓ મોકૂફ રાખવાની વિપક્ષી દળોની માગણીઓ વચ્ચે શુક્રવારે સ્પષ્ટ કરી દીધું કે યુપી સરકાર આ પરીક્ષાઓના આયોજનનું સમર્થન કરે છે.

યોગી આદિત્યનાથે લખનઉના લોકભવનમા આયોજીત એક ઉચ્ચસ્તરીય બેઠકમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર નીટ અને જેઈઈ પરીક્ષાઓના આયોજનનું સમર્થન કરે છે. તેમણે જણાવ્યું કે, 9 ઓગસ્ટ, 2020ના રોજ રાજ્યમાં બીએડની પ્રવેશ પરીક્ષા સંપન્ન થઈ હતી, લગભગ 5 લાખ લોકોએ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ક્યાંય પણ કોરોના સંક્રમણના સમાચાર મળ્યા નથી. તેવી જ રીતે લોક સેવા આયોગ, ઉત્તર પ્રદેશની પરીક્ષાઓ પણ લેવામાં આવશે.

દેશમાં સતત નીટ અને જેઈઈ પરીક્ષાઓને મોકૂફ રાખવાની માગ થઈ રહી છે અને વિદ્યાર્થીઓની આ માગણીને વિપક્ષ દળોનું સમર્થન મળ્યું છે. બિન ભાજપ શાસિત રાજ્યોના છ મંત્રીઓએ સપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

Related posts

દેશ તોડનારની સામે પૂરી તાકાતથી ઊભા રહેવું પડશે : મોદી

Charotar Sandesh

કોરોના બીમારીનો ડર, બીમારી કરતા મોટી સમસ્યા છે : સુપ્રીમ કોર્ટ

Charotar Sandesh

મુંબઇ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળીઃ વાયુસેનાનું વિમાન રન-વેથી આગળ નીકળી ગયુ

Charotar Sandesh